- સાબરકાંઠાની તમામ તાલુકા પંચાયતનો ચાર્જ ટીડીઓને સોંપાયો
- સાબરકાંઠા જિલ્લા પંચાયતનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીના શિરે
- નીતિ વિષયક બાબતોમાં ફેરફાર કરાશે નહીં
- નવી ચૂંટાયેલી પાંખ ન આવે ત્યાં સુધી અમલ
હિંમતનગરઃ તાજેતરમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની તેમજ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડીની સમયમર્યાદા પૂરી થતા તમામનો ચાર્જ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના વિકાસ અધિકારીને આપવામાં આવ્યો છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લાની આઠ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતનો ચાર્જ હાલમાં ટીડીઓ તેમજ ડી.ડી.ઓ.ના શિરે છે. જોકે નવી ચૂંટાયેલી બોડી ન આવે ત્યાં સુધી તમામ વહીવટ ટીડીઓ તેમજ ડીડીઓ અંતર્ગત રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ કોઈ નીતિ વિષયક તેમજ વહીવટી નિર્ણય પણ નહીં લઈ શકાય.
સાબરકાંઠામાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં સરકારી અધિકારીઓ વહીવટ કરશે ટીડીઓ તેમજ ડીડીઓ હસ્તક વહીવટ
સાબરકાંઠામાં પાંચ વર્ષ દરમિયાન તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટાયેલા સદસ્યોની ટર્મ પૂરી થતા હવે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતનો વહીવટ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી લેવાયો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની આઠ બેઠકો તેમજ એક જિલ્લા પંચાયતનો સમગ્ર વહીવટ હવેથી સરકારી અધિકારીઓ કરશે.
નીતિવિષયક તેમજ વહીવટી નિર્ણય નહીં લેવાય
ગુજરાત સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં તમામ તાલુકા પંચાયત તેમજ તમામ જિલ્લા પંચાયતનો વહીવટ હવેથી તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી કરવાના છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે, નવી બોડી ચૂંટાઈને ન આવે ત્યાં સુધી તમામ પ્રકારના વહીવટમાં કોઈ નીતિ વિષયક તેમજ વહીવટી નિર્ણય નહીં લેવામાં આવે. જોકે આગામી સમયમાં આવો કોઈ નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થાય તો તે નવીન ચૂંટાયેલ સદસ્યો થકી બનેલી બોડી લઈ શકશે. જોકે આગામી સમયમાં સરકારી અધિકારીઓ દ્વારા થઈ રહેલો વહીવટ કેટલો યોગ્ય અને કેટલો સફળ પુરવાર થાય છે તો સમય બતાવશે.