ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારની 'માં અમૃતમ' અને 'માં વાત્સલ્ય' યોજનાના લાભ માટે લોકોને ધરમ-ધક્કા - ma amrutam card

સાબરકાંઠાઃ ગુજરાત સરકારની 'માં અમૃતમ' અને 'માં વાત્સલ્ય' યોજનાના કાર્ડ મેળવવા માટે સાબરકાંઠાના લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે. એટલુ જ નહીં જ્યારે લોકો દ્વારા સેન્ટર સંચાલકોને કહેવામાં આવે ત્યારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો તેવો ઉડાઉ જવાબ અપાય છે. આવા વલણના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

sbr

By

Published : May 15, 2019, 9:40 PM IST

ગરીબો માટે બનાવવામાં આવેલ 'માં અમૃતમ' અને 'માં વાત્સલ્ય' કાર્ડનો લાભ સાબરકાંઠાના લોકોને મળી રહ્યો નથી. કારણ કે,આ સેન્ટર સંચાલકો દ્વારા આ કાર્ડ બનાવવામાં ગરીબ લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આ કાર્ડ બનાવવા માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આજે આ કેન્દ્ર પર કોઈ જ કર્મચારી ઉપસ્થિત ન હતો.

સરકારની 'માં અમૃતમ' અને 'માં વાત્સલ્ય' યોજનાના લાભ માટે લોકોને ધરમ-ધક્કા

કાર્ડ કઢાવવા આવેલા લોકોએ પુછતા આજે રજા છે એવો જવાબ મળ્યો હતો. રજાનું કારણ પુછતા કર્મચારીઓએ જેને ફરીયાદ કરવી હોય તેને કરો એમ કહી અસભ્ય વર્તન કર્યુ હતું. કાર્ડ કઢાવવા માટે આવેલી મહિલાઓ, બાળકો, વૃધ્ધો તેમજ રમઝાન હોવાથી રોઝાદારોને કલાકો સુધી બેસવાનો વારો આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details