ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરોઇ ડેમનું પાણી ઓસરતા અઢીસો વર્ષ બાદ પૌરાણિક જૈન મંદિર દેખાયું

સાબરકાંઠાઃ જિલ્લા અને બનાસકાંઠાની જીવાદોરી સમાન ધરોઇ જળાશયનું પાણી ઓસરતાં ચાર દાયકાથી પાણીમાં ગરકાવ થયેલું જૈન મંદિર દેખાતાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. આ મંદિરને લઇ લોકવાયકા છે કે, 1974માં જળાશયના નિર્માણના કારણે સાબરકાંઠાના આસપાસના ગામડાઓ ખાલી કરાવવામાં આવ્યા હતાં. ત્યારે હાલ મંદિર દેખાતાં સ્થાનિકો તેને ઇશ્વરની કૃપા સમજી ખુશ થઇ રહ્યા છે.

આશરે અઢીસો વર્ષ બાદ પૌરાણિક જૈન મંદિર ધરોઇ ડેમનું પાણી ઓસરતાં દેખાવા લાગ્યું

By

Published : Jul 14, 2019, 8:04 PM IST

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ચાપલપુર ગામ 1974માં ધરોઈ જળાશયનું નિર્માણ થતાં ખાલી કરાવ્યું હતું. સાબરકાંઠા તેમજ બનાસકાંઠાના આસપાસના ગામોને પણ જળાશયને કારણે ખાલી કરાવવામાં આવ્યાં હતા. જેમાં ખેડબ્રહ્મા તાલુકાનું ચાપલપુર ગામમાં જૈન દેરાસર સહિત અને મંદિર વાવ તેેમજ પોલીસ સ્ટેશન સહિતની સુવિધાઓના કારણે જે-તે સમયે કેન્દ્ર સ્થાને હતું. 1974માં ધરોઈ જળાશયનું નિર્માણ થતાં સાબરકાંઠા સહિત બનાસકાંઠાના 43 ગામોને પણ ખાલી કરાવ્યાં હતા. તે 43 ગામો પૈકી ચાપલપુર ગામની એક માત્ર ઈમારત જો આજે ઊભી હોય તો આ મંદિર છે.

આશરે અઢીસો વર્ષ બાદ પૌરાણિક જૈન મંદિર ધરોઇ ડેમનું પાણી ઓસરતાં દેખાવા લાગ્યું

આશરે અઢીસો વર્ષ બાદ જૈન મંદિર ધરોઇ ડેમનું પાણી ઓસરતાં દેખાવા લાગ્યું છે. ત્યારે સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. આ મંદિર ઋષભદેવ આદિનાથનું છે. તેમજ શ્વેતામ્બરનું આસ્થા કેન્દ્ર હતું. આજે આ ગામના નામશેષ થઇ ચૂક્યું છે પણ આ પૌરાણિક વારસો ગામ માટે એકમાત્ર મહત્વની સાંસકૃતિક વારસો છે. એટલે ભવિષ્યમાં આ મંદિર આસ્થાનું કેન્દ્ર બને તો નવાઇ નહીં.

ABOUT THE AUTHOR

...view details