ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા પોલીસ પર પથ્થરમારો કરનારા 9 આરોપીની અટકાયત - sabarkatha news

સાબરકાંઠા જિલ્લા પોલીસ પર ગતરોજ મંગળવારે પથ્થરમારો કરનારા 9 જેટલા આરોપીઓની મંગળવારે સીસીટીવી ફૂટેજના આધારે અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ધરાવે છે.

etv bharat
સાબરકાંઠા જિલ્લા પોલીસ પર પથ્થરમારો કરનારા નવ આરોપીની અટકાયત

By

Published : May 12, 2020, 5:11 PM IST

સાબરકાંઠા: હિંમતનગરના ઝાહીરાબાદ વિસ્તારમાં ગતરોજ સ્થાનિક પોલીસ પર સામાન્ય બાબતે પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેના પગલે જિલ્લા પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 9 જેટલા વ્યક્તિઓએ પથ્થમારો કરતા દેખાયા હતા.

મંગળવારે પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં ઝડપાયેલા તમામ આરોપીઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમજ ગત રોજ સામાન્ય બાબતે ભારે પથ્થરમારો કરી સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા સહિત જિલ્લા પોલીસ પર કરેલા ઘાતકી હુમલાની પગલે વિવિધ કલમો આધારિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી ફરિયાદના આધારે તમામ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.

ABOUT THE AUTHOR

...view details