ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગરથી ચાઈનીઝ દોરાના મુદ્દામાલ સાથે 5ની અટકાયત - હિંમતનગર પોલીસ

સાબરકાંઠાના હિંમતનગરમાંથી પ્રતિબંધ કરાયેલી ચાઈનીઝ દોરીના લાખોના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત થતાં ચાઈનીઝ નેટવર્ક હજુ પણ યથાવત હોવાનું આ બનાવથી સ્પષ્ટ થઈ શકે છે.

હિંમતનગરથી ચાઈનીઝ દોરાના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત
હિંમતનગરથી ચાઈનીઝ દોરાના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત

By

Published : Jan 9, 2021, 4:37 PM IST

Updated : Jan 9, 2021, 4:43 PM IST

  • સાબરકાંઠાના હિંમતનગરમાંથી ઝડપાઈ ચાઈનીઝ દોરી
  • 900 જેટલી ફિરકીઓ સાથે 27 લાખ વાર દોરી કબજે
  • ચાઈનીઝ નેટવર્ક યથાવત્ હોવાનો દાવો

સાબરકાંઠા : જિલ્લામાં પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે નમકીનના પેકેટ નીચે સંતાડીને સાબરકાંઠામાં ચાઇનીઝ દોરી લઇ જતા પાંચ વ્યક્તિઓ સાથે પાંચ લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે, સૌથી મહત્વની બાબત એ છે કે, એક તરફ સાબરકાંઠાથી લઇ ગુજરાત તેમજ ભારત વર્ષમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આટલો મોટો ચાઇનીઝ દોરીનો જથ્થો સાબરકાંઠા સુધી વિના રોકટોક આવી શક્યો. જે સમગ્ર વહીવટીતંત્ર માટે પણ મૂંઝવણમાં મૂકનાર સવાલ છે. એક તરફ દિનપ્રતિદિન ચાઈનીઝ દોરીથી પશુ પક્ષીઓ સહિત માનવીઓનાં ગળાં કપાઈ રહ્યા છે. ત્યારે આ મામલે વહીવટીતંત્ર સાથે દરેક સ્થાનિકોને જાગૃત થવાની પૂર્ણ જરૂરિયાત છે.

હિંમતનગરથી ચાઈનીઝ દોરાના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત

પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ

હિંમતનગર પોલીસને મળેલી બાતમીના આધારે અમદાવાદથી સાબરકાંઠા જિલ્લા તરફ આવી રહેલ ગાડીને રોકાવી તપાસ કરતાં નમકીનના પેકેટ નીચે 900 જેટલી ફિરકી મળી આવી હતી. જેના પગલે હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં હડકંપ સર્જાય છે. એક તરફ પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરી લેવી અને વેચવી ગુનો બને છે. ત્યારે આટલો મોટો જથ્થો સાબરકાંઠામાં લાવવામાં આવતો હોવાના પગલે પાંચ વ્યક્તિઓની અટકાયત કરી છે. તેમાં પાંચ લાખથી વધારેના મુદ્દામાલ સાથે તમામને પોલીસ મથકે ખસેડાયા છે. જોકે, ચાઈનીઝ દોરીના વેચાણ તેમજ ખરીદવા પર પ્રતિબંધ હોવા છતાં સાબરકાંઠા સુધી ચાઇનીઝ દોરી પહોંચી તે વહીવટીતંત્ર માટે પણ આંચકાજનક બાબત છે.

હિંમતનગરથી ચાઈનીઝ દોરાના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત
900 ફિરકી સાથે પાંચની અટકાયત

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં સાબરકાંઠા જિલ્લામાં પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે અમદાવાદથી સાબરકાંઠા તરફ આવી રહેલા ગાડીને રોકાવી તલાશી લેતા તેમાંથી નમકીનના પેકેટ નીચેથી 900 જેટલી ફિરકી મળી આવી હતી. જેમાં પાંચ વ્યક્તિઓની પણ અટક કરી લેવાઇ હતી. આ પકડાયેલ આરોપીની હિંમતનગર પોલીસ મથકે તપાસ ચાલી રહી છે.

વહીવટી તંત્રમાં પણ હડકંપ

ભારત સરકાર ગુજરાત સરકાર તેમજ સ્થાનિક જિલ્લા કલેકટરનો પ્રતિબંધ હોવા છતાં 900 જેટલી ફિરકી ઝડપાતા વહીવટીતંત્રમાં પણ હડકંપ મચી જવા પામી છે. સામાન્ય સંજોગોમાં ચાઈનીઝ દોરીના પગલે દર વર્ષે કેટલાય પશુ-પંખીઓ તેમજ વ્યક્તિઓના મોત થતાં રહેલા છે. ત્યારે આટલો મોટો જથ્થો સાબરકાંઠા સુધી પહોંચ્યો તે પણ વહીવટીતંત્ર માટે આઘાતજનક બાબત છે. જોકે, હાલમાં પોલીસ તંત્ર આ મામલે ઊંડાં પૂર્વકની પૂછપરછ હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ મામલે આગામી સમયમાં કેવા અને કેટલા મોટા ખુલાસા થાય છે તે મહત્ત્વનું બની રહેશે.

Last Updated : Jan 9, 2021, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details