ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવધાન શું તમારું બાળક પણ મધ્યાહન ભોજન ખાય છે, અખાદ્ય અનાજનો જથ્થો કર્યો નાશ

સાબરકાંઠા : હિમતનગરમાં 6000 કિલો તુવેરના જથ્થાનો નાશ કરાયો હતો.જેના પગલે હવે મીડ ડેમાં આપવામાં આવતો જથ્થો કેટલા અંશે પોષણયુક્ત હશે તે સવાલો ઉભા થયા છે.

મીડ ડે તરીકે આપવામાં આવતો ખોરાક કેટલા અંશે યોગ્

By

Published : Jun 26, 2019, 12:17 PM IST

સાબરકાંઠા જીલ્લામાં આંગણવાડી અને મધ્યાહનભોજનમાં આપવામાં આવતા ભોજન માટે નવેમ્બર માસમાં 6150 કીલો તુવેરનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. આ જથ્થાને તાત્કાલિક ધોરણે સીઝ કરવામાં આવ્યો હતો.આ મુદામાલના જથ્થાનો ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા .જે સંપૂર્ણપણે પોષણયુક્ત ન હોવાનું ધ્યાને આવતા તમામ તુવેરનો જથ્થાનો નાશ કરાયો હતો. નવેમ્બર 2018માં લવાયેલા આ જથ્થાની કીંમત 5 લાખથી વધુની છે.

મીડ ડે તરીકે આપવામાં આવતો ખોરાક કેટલા અંશે યોગ્

તુવેરનો જથ્થો નાશ કરાયો છે. તેમજ જે તે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે તુવેરના જથ્થાને પગલે કેટલાક સવાલ ઉભા થયા છે કે, મીડડે તરીકે અપાતો ખોરાક કેટલા અંશે યોગ્ય હશે.

ABOUT THE AUTHOR

...view details