ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના વડાલી નજીકથી ઝડપાયો દેશી દારૂ, સ્થાનિકોએ પોલીસ મથકે દારૂ સહિત આરોપીને રજૂ કર્યા - વડાલી

સાબરકાંઠાના વડાલીમાં ગત રાત્રિએ સ્થાનિક ગ્રામજનોએ બાઈક ઉપર થઈ રહેલી દારૂની હેરાફેરી કરનારા બે ઇસમોને ઝડપી લીધાં છે.તેમને 198 લિટર દારૂ સાથે પોલીસ મથકે સોંપણી કરતા અન્ય બુટલેગરોમાં ફફડાટ સર્જાયો છે. જો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં દારૂની હેરાફેરી યથાવત રહેતા સ્થાનિકોમાં પણ વિરોધનો વંટોળ સર્જાયો છે.

સાબરકાંઠાના વડાલી નજીકથી ઝડપાયો દેશી દારૂ, સ્થાનિકોએ પોલીસ મથકે દારૂ સહિત આરોપીને રજૂ કર્યા
સાબરકાંઠાના વડાલી નજીકથી ઝડપાયો દેશી દારૂ, સ્થાનિકોએ પોલીસ મથકે દારૂ સહિત આરોપીને રજૂ કર્યા

By

Published : Jan 2, 2021, 2:17 PM IST

  • સાબરકાંઠામાં રાજ્યની સરહદો બંધ પણ દેશી દારૂ યથાવત
  • વડાલીમાં 198 લિટર દેશી દારૂ સાથે બે ઝડપાયા
  • ગ્રામજનોની સતર્કતાથી ઝડપાયો દારૂ

સાબરકાંઠાઃ સાબરકાંઠાના વડાલીમાં ગત રાત્રિએ સ્થાનિક ગ્રામજનોએ બાઈક પર હેરાફેરી થઈ રહેલા 198 લીટરથી વધુ દારૂ સાથે બે આરોપીઓને ઝડપી વડાલી પોલીસ મથકે રજૂ કરતાં સમગ્ર પંથકમા ખાનગી રહી કામ કરતા બુટલેગરો માં પણ ફફડાટ ફેલાયો છે. જોકે ૩૧મી ડિસેમ્બર હોવાના પગલે 200 લીટર જેટલો દારૂનો જથ્થો બાઈક ઉપર લઈ જવાની વાત સામાન્ય રીતે માની શકાય તેમ નથી ત્યારે અલગ-અલગ ત્રણ જેટલા ઘટનાઓમાં દેશી દારૂ બૅકરી પૂર ઝડપે લઈ જનારા બંને ઇસમોને ઝડપી લેવાયા છે. તેમ જ દારૂ સાથે પોલીસ મથકે રજૂ કરી તમામ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તે માટે પ્રયાસ કર્યો છે.

સરહદ બંધ દેશી યથાવત

સાબરકાંઠા જિલ્લાની રાજસ્થાન આંતરરાજ્ય અડીને દસ જેટલી ચેકપોસ્ટ પર આવેલી છે જો કે 31મી ડિસેમ્બર નિમિત્તે જિલ્લા પોલીસ વડાના જાહેરનામાને પગલે તમામ બોર્ડર ઉપર સગન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે સાબરકાંઠા જીલ્લાની અંદર ખાનગી રાહે દેશી દારૂનું ચલણ યથાવત રહેતી હોય તે પ્રકારનો નજારો સામે આવ્યું છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીક ગત રાત્રિએ સ્થાનિક ગ્રામજનોએ બાઈક ઉપર 200 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો ઝડપી થશે તેમજ બંને બાઇક સવારોને વડાલી પોલીસ મથકે રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે સરહદો બંધ થઈ છે.જોકે દેશી દારૂનું પ્રમાણ યથાવત રહ્યું છે.

  • સ્થાનિક ગ્રામજનો દ્વારા દારૂ કબજે લેવાયો

    દેશી દારૂનો વેપલો કરનારા મુખ્ય કારણો મોટા ભાગે હાઇવે ઉપર જવા કરતાં ગ્રામ્ય વિસ્તારોમાંથી વધારે પસાર થતા હોય છે. જોકે દારૂના ધંધા માં વપરાતી બાઈક પૂર ઝડપે ચલાવતા હોવાના પગલે સ્થાનિકોમાં આવા તત્વો સામે પહેલેથી જ રોજ નો માહોલ હોય છે. જો કે ગત રાત્રિએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં સ્થાનિકોની જાણકારી અને સમયસૂચકતાને પગલી 200 લિટર દારૂ સાથે બે આરોપીને ઝડપી વડાલી પોલીસને સુપ્રત કર્યા છે

    જોકે આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે. સ્થાનિક ગ્રામજનોનએ દેશી દારૂની હેરાફેરી કરનારા બે ઇસમોને ઝડપી પોલીસ મથકે રજૂ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details