ગુજરાત

gujarat

ETV Bharat / state

મૃત્યુ પામનાર આર્મી જવાનની શાંતિપૂર્ણ અંતિમવિધિ, પરિવારજનોએ આક્ષેપ પ્રતિઆક્ષેપ ટાળ્યો - Retired army personnel demands

ગતકાલે ગાંધીનગરના ચિલોડા પાસે નિવૃત્ત આર્મી જવાનો દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા કેટલાક સમયથી વિવિધ માંગણીઓ સંતોષાય ન હતી. વહીવટી તંત્ર સામે ધરણા ધરી કાર્યક્રમ દરમિયાન એક જવાનનું અચાનક મૃત્યુ થયું હતું. આજે(બુધવારે) તેમના વતનમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં અંતિમ વિધિ (Deceased Army Jawan Peaceful cremation) યોજાઇ હતી. પરિવારજનોએ આ મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપ ટાળ્યો (Family avoids accusations ) હતો.

Etv Bharatમૃત્યુ પામનાર આર્મી જવાનની શાંતિપૂર્ણ અંતિમવિધિ, પરિવારજનોએ આક્ષેપ પ્રતિઆક્ષેપ ટાળ્યો
Etv Bharatમૃત્યુ પામનાર આર્મી જવાનની શાંતિપૂર્ણ અંતિમવિધિ, પરિવારજનોએ આક્ષેપ પ્રતિઆક્ષેપ ટાળ્યો

By

Published : Sep 14, 2022, 7:29 PM IST

સાબરકાંઠાજિલ્લાના વિજયનગરના આમોદરા ( Sabarkantha Amodara Vijayanagar) પાસે આવેલા મહોબતપરા ગામે ગતરોજ ચિલોડા સર્કલ પાસે નિવૃત્ત આર્મી જવાનોના ધરણાં (Retired Army Personnel Protest) દરમિયાન અચાનક મૃત્યુ થયું હતું. જોકે ગત મોડી રાત સુધી વિવિધ આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે આજે તેમના વતનમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં અંતિમ વિધિ (Deceased Army Jawan Peaceful crematio) યોજાઇ હતી. પરિવારજનોએ આ મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપ ટાળ્યો (Family avoids accusations ) હતો.

નિવૃત્ત આર્મી જવાનો ના ધરણાં દરમિયાન અચાનક મૃત્યુ પામેલા કાનજીભાઈ મોથલિયાનું નિધન થયું હતું જો કે ગત મોડી રાત સુધી વિવિધ આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે આજે તેમના વતન ખાતે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં અંતિમવિધિ યોજાઇ હતી

વહીવટી તંત્ર સામે ધરણાગતકાલે ગાંધીનગરના ચિલોડા પાસે નિવૃત્ત આર્મી જવાનો ( Retired Army Soldiers Protest Chiloda Gandhinagar ) દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ માંગણીઓ (Retired army personnel demands) સંતોષાય ન હતી. વહીવટી તંત્ર સામે ધરણા ધરી કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠાના વિજયનગરના આમોદરા ગામના કાનજી મોથલિયાની અચાનક તબિયત બગડી હતી. જેના પગલે તાત્કાલિક ધોરણે તેમને નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું. જેના પગલે વહીવટી તંત્ર, પોલીસ અને આર્મી જવાનો વચ્ચે મોડી સાંજ સુધી વિવિધ આક્ષેપ પ્રતિઆક્ષેપ યોજાયો હતો.

પેનલ પોસ્ટમોર્ટમ મૃતદેહ સ્વીકાર્યો પરિવારજનોએ પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મોડી સાંજે મૃતદેહ સ્વીકાર્યો હતો. આજે તેમના માદરે વતન ખાતે અંતિમવિધિ કરી હતી. આ તબક્કે સ્થાનિક સમાજ સહિત આસપાસના લોકોની હાજરીમાં અંતિમ વિધિ કરાઈ હતી. જોકે પરિવારજનોએ આ તબક્કે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમારા પરિવારજનનું મૃત્યુ ચોક્કસ કયા કારણથી થયું છે. તે પેનલ પોસ્ટમોર્ટમ દ્વારા જાણી શકાશે. વહીવટી તંત્ર સામે હાલમાં કોઈપણ પ્રકારનો આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યો નથી. જોકે મોટી સંખ્યામાં આવેલા લોકો વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં નિવૃત્ત આર્મી જવાન કાનજી મોથલિયાની અંતિમ વિધિ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details