સાબરકાંઠાઃ હિંમતનગર-વિજાપુર રોડ ઉપર સોમવાર સાંજના સમયે તીવ્ર દુર્ગંધ આવવાના પગલે સ્થાનિકોએ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે લોકોએ પોલીસને જાણ કરી હતી. જેના પગલે ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર નજીક બિનવારસી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર - dead body were found
સાબરકાંઠાના હિંંમતનગર વિજાપુર રોડ પર સોમવાર સાંજે વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જો કે, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
બિનવારસી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર
હિંમતનગર-વિજાપુર રોડ પરથી મળી આવેલો મૃતદેહ અત્યંત વિકૃત હોવાના પગલે મહિલા છે કે પુરૂષ હોવાનું જાણી શકાયું નથી. તેમજ હાલમાં આસપાસના વિસ્તારોમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે, આ સાથે ગુમશુદા વ્યક્તિઓની પણ તપાસ શરૂ કરી છે, જોકે હજૂ સુધી આ મૃતદેહ કોનો છે, તે જાણી શકાયું નથી.