સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના વધુ આઠ દર્દીઓએ આજે કોરોનાને માત આપી છે. જેમાં સાત પુરૂષ અને એક મહિલા સ્વસ્થ થતા ઘરે જવા રજા આપવામાં આવી છે
સાબરકાંઠા જિલ્લાના વધુ 8 દર્દી કોરોનામુક્ત બનતા રજા આપવામાં આવી છે. જિલ્લાની તબીબી ટીમ દ્વારા કોરોનાના દર્દીઓને સઘન સારવારના અંતે આજે 7 પુરૂષ અને 1 મહિલા સ્વસ્થ થતાં ઘરે જવા રજા આપવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં વધુ 8 દર્દીઓએ કોરોનાને હરાવ્યો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 40 વર્ષીય પ્રદિપભાઇ રાઠોડ, વિજયનગર તાલુકાના રાજપુરના 32 વર્ષીય ભરતભાઇ પટેલીયા, ચિઠોડાના 50 વર્ષીય ડાહ્યાભાઇ રાવળ અને 25 વર્ષીય દિપકભાઇ રાવળ અને લીમડાના દિનેશભાઇ પાંડોર હિંમતનગરના સમરસ હોસ્ટેલ ખાતેના કોવિડ કેસ સેન્ટર ખાતે સારવાર લઈ રહ્યાં હતા. જેમણે કોરોનાને માત આપતા આજે રજા અપાઇ છે. આ સાથે કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઈ રહેલા 4 રાજસ્થાન અને 2 અન્ય જિલ્લાના દર્દીઓને પણ કોરોના મુક્ત કરી વતન મોકલવામાં આવ્યા હતા.
હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી વધુ 3 દર્દી હિંમતનગર બેરણાના 28 વર્ષીય વનકર વિમલકુમાર અને 42 વર્ષીય રહેવર સુભાષભાઇ તેમજ 24 વર્ષીય શોભનાબેનને સગર્ભાવસ્થામાં કોરોના થતા દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ પણ પોતાના તંદુરસ્ત બાળક સાથે પોતાના ઘરે પરત ફર્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં વધુ 8 દર્દીઓએ કોરોનાને હરાવ્યો સાબરકાંઠા જિલ્લામાં 36 દર્દી કોરોના મુક્ત થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આ દર્દીઓને ઘરે જતા 4 ત્રિપલ લેયર માસ્ક સેનિટાઇઝરની બોટલ તેમજ પરિવાર સાથે હાલ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવા શિક્ષણ આપવામાં આવ્યું છે.