સાબરકાંઠાઃ વર્ષ 2002ના કોમી રમખાણો વખતે પ્રાંતિજ વડવાસા પાસે ત્રણ બ્રિટિશ નાગરિકોના મોત થયા હતા. 2004માં તત્કાલીન મુખ્યપ્રધાન તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પ્રતિવાદી તરીકે લેવાયું હતું.
પ્રાંતિજ રમખાણ કેસ વર્ષ 2002: કોર્ટે પ્રતિવાદી તરીકે નરેન્દ્ર મોદીનું નામ હટાવ્યું
વર્ષ 2002ના ગોધરાકાંડ બાદ ગુજરાતમાં કેટલાક સ્થળે ફાટી નીકળેલા કોમી રમખાણો પૈકી એક કેસ પ્રાંતિજની કોર્ટમાં ચાલી રહ્યો છે. વર્ષ 2004ના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ હતું. જે પ્રાંતિજ કોર્ટ દ્વારા હટાવી દેવાયું છે.
વર્ષ 2002માં સમગ્ર ગુજરાત કોમી રમખાણમાં સપડાયું હતું. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ નજીક વડવાસા પાટીયા પાસે અજાણ્યા લોકોએ 3 બ્રિટિશ નાગરિકો સહિત તેમના વાહનને આગ ચાંપી હતી. જેના પગલે ત્રણ નાગરિકોના મોત થયા હતા. 2004માં બ્રિટિશ નાગરિકોના પરિવારજનોએ રૂપિયા 23 કરોડના દાવા સાથે હિંમતનગરમાં કેસ દાખલ કર્યો હતો.
આ સમગ્ર કેસ હિંમતનગરથી પ્રાંતિજ ટ્રાન્સફર થતા ગતરોજ શનિવારે તત્કાલીન સમયે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલા એફિડેવિટ અંતર્ગત પ્રતિવાદી તરીકેથી તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ હટાવાયું છે. જેમાં કોર્ટે નોંધ્યું છે કે, જે તે સમયે બનેલા બનાવમાં રાજ્ય સરકારે દાખલ કરેલા એફિડેવિટને સ્વીકારી હાલના વડાપ્રધાન મોદીનું નામ હટાવાયું છે.