સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં કોડિયાવાડા નામનું નાકડુ ગામ આવેલું છે. જ્યાંના બાળકોમાં દેશ માટે મરી મીટવાનો જુસ્સો વારસામાં મળે છે. નાનપણથી તેમને એક ફોજીની જેમ ઉછેરવામાં આવે છે. દેશભક્તિ તેમના લોહીમાં હોવાથી હાઈસ્કુલના અભ્યાસ બાદ બાળકો સીધાં ફોજમાં જોડાઈ જાય છે. ગામમાં 700થી વધુ યુવાનો ફોજમાં ડ્યુટી બજાવે છે. તો 500થી વધુ યુવાનો હાલ દેશમાં સૈન્યમાં ફરજ બજાવે છે. આમ, દેશભક્તિનો આ વારસો સતત આગળ વધી રહ્યો છે.
દેશને રક્ષકોની ભેટ આપતું ગામ, જ્યાં 700થી વધુ યુવાનો સેનામાં છે તૈનાત
સાબરકાંઠાઃ જિલ્લામાં એક એવું ગામ છે, જ્યાંના યુવાનો માત્ર દેશ સેવા માટે જન્મે છે. આ શા માટે કહેવાય છે ? એ પશ્ન સહજ છે. તમે એક પરિવારમાંથી ફોજમાં જોડાતા લોકો વિશે સાંભળ્યું હશે. પણ ગામમાં 700થી વધુ યુવાનો દેશ સેવા માટે જતાં હોય તેવું ભાગ્ય જ જોયું કે સાંભળ્યું હશે. આજે 15 ઓગસ્ટના દિવસે આપણે આવા જ એક ગામની વાત કરવા જઈ રહ્યાં છે.
આ ગામમાં બાળકોમાં દેશ સેવા માટેનો જેટલો જુસ્સો બાળકોમાં જોવા મળે છે. એનાથી વધુ અડગ વિશ્વાસ, ત્યાગ અને બલિદાનની ભાવના એ બાળકોની માતામાં જોવા મળે છે. પોતાના બાળકોમાં દેશપ્રેમનું સિંચન કરે છે. તેમનામાં દેશભક્તિનો સાચો અર્થ સમજાવી દેશ માટે મરી મીટવાનો અને પોતાના દેશવાસીઓની સુરક્ષા માટે કંઈ પણ કરી છૂટવાના ઝૂનૂનને પોષે છે. જ્યારે તે ઘરનો ભાર સંભાળવા લાયક બને ત્યારે દેશને સોંપી છે. સલામ છે, એવી માને તેમના બાળકોને, જે પોતાના પરિવારનો ક્ષણવાર વિચાર કર્યા વિના દેશની સેવા માટે પોતાનું જીવન ન્યોછાવર કરે છે.