હિંમતનગરઃ સમગ્ર વિશ્વમાં કોરોના પોઝિટિવના વધતા કેર સામે પ્રમુખ યોદ્ધા તરીકે કામ કરી રહેલા કોરોના વોરિયર્સ તરીકે હિંમતનગર નર્સિંગ સ્ટાફને આજે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં છે. પોતાની અને પોતાના પરિવારની પણ દરકાર કર્યા વગર ખડે પગે નસિઁગ સ્ટાફ પોતાની ફરજ નિભાવી રહ્યો છે.
કોરોના વોરિયર્સ તરીકે હિંમતનગર સિવિલના નર્સિંગ સ્ટાફનું કરાયું સન્માન - Himmatnagar Civil
સમગ્ર વિશ્વમાં કોરોના પોઝિટિવના વધતા કહેર સામે પ્રમુખ યોદ્ધા તરીકે કામ કરી રહેલા કોરોના વોરિયર્સ તરીકે હિંમતનગર નર્સિંગ સ્ટાફને આજે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં છે.
આ યોધ્ધાઓ દ્વારા કરવામાં આવતી સેવાની કદર અને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે ટ્રેઇન નર્સ એસોસિએશન દ્વારા આ નર્સિંગ સ્ટાફનુ સન્માન કરવા માટે તેમને કોવિડ-19 યોધ્ધાના પ્રસંશાપત્ર આપવા આવ્યાં હતાં. હિંમતનગર જી. એમ. ઈ. આર. એસ. જનરલ હોસ્પિટલના તમામ નસિઁગ સ્ટાફને જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન, ડૉ. ગાંધી, આર.એમ.ઓ. ડો. એન એમ શાહની હાજરીમાં સમગ્ર નર્સિંગ સ્ટાફનું સન્માનપત્ર આપી બિરદાવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના તમામ ડૉક્ટર, જવાબદાર અધિકારી સહિત સ્ટાફે ઉપસ્થિતિ રહી સમગ્ર નર્સિંગ સ્ટાફનો જુસ્સો વધાર્યો હતો. જો કે, કોરોના વોરિયર્સ સન્માનિત કરાયા પગલે આગામી સમયમાં હિંમતનગર નર્સિંગ સ્ટાફ દ્વારા વધુ મજબૂત રીતે કોરોના સામે ટકી રહેવા મદદરૂપ બની શકાશે.