- 17 કર્મચારીઓનું GVK EMRI દ્વારા સન્માન
- કોરોનાકાળમાં કામગીરી બદલ સન્માનિત કરાયા
- કોરોના માહામારી સામે લડવા માટે ઉત્સાહિત કરવામાં આવ્યા
સાબરકાંઠા: જીલ્લાના હિમતનગરમાં પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત GVK EMRI દ્વારા કોરોના સમયકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાનું સન્માન કરાયું છે.
108ના કર્મચારીઓનુ સન્માન
સાબરકાંઠા,અરવલ્લી અને ગાંધીનગર જીલ્લાના 17 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠા જીલ્લાના 108 અને 1962ના પાચ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 2 પાયલોટ,એક મેડીકલ ઓફિસર,એક વેટરનરી ડોક્ટર અને એક ઈએમટીનું સારી કામગીરી બદલ ગીફ્ટ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.