સાબરકાંઠા: દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. શનિવારે સાબરકાંઠા જિલ્લાના કલેકટર સી જે પટેલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.જેથી જિલ્લા કચેરીમાં હાહાકાર સર્જાયો હતો.
સાબરકાંઠા: જિલ્લા કલેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા વહીવટી કચેરીમાં ખળભળાટ - Sabarkantha corona updates
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો હતો.
![સાબરકાંઠા: જિલ્લા કલેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા વહીવટી કચેરીમાં ખળભળાટ સાબરકાંઠા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8607543-619-8607543-1598722313246.jpg)
સાબરકાંઠા
કલેકટર સી જે પટેલ ગુજરાતમાં સૌથી વધુ કન્ટેન્ટ એરિયાની મુલાકાત લેનારા અધિકારી છે.તેમજ કોરોના મહામારી દરમિયાન અન્ય જિલ્લાઓની સરખામણીએ સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ મહદંશે કાબુ રાખી શકાયો હતો. જોકે થોડા સમય બાદ કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું હતું.
જિલ્લા કલેકટર સી જે પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે પોતાના સરકારી મકાન ખાતે હોમ કોવોરોન્ટાઈન છે. સાબરકાંઠાના હિંમતનગરમાં નાયબ કલેકટર યશવંત ચૌધરી બાદ સાબરકાંઠા જિલ્લા કલેકટરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.