- હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી કાચા કામનો કેદી ફરાર
- કોરોના પોઝિટિવ હોવાના પગલે સિવિલ હોસ્પિટલથી ફરાર
- બાથરૂમની બારી તોડી ફરાર થતાં તંત્ર લાગ્યું કામે
સાબરકાંઠા: દિન-પ્રતિદિન વધતા જતા કોરોના સંક્રમણમાં હવે જેલ પણ બાકી નથી. હિંમતનગરમાં કાચા કામના કેદી તરીકે રાજસ્થાન મોહમ્મદ યુનુસ સજા કાપી રહ્યો હતો. જોકે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમને બાથરૂમની બારીના કાચ તોડી ફરાર થઈ જતા સાબરકાંઠા જિલ્લા પોલીસ કામે લાગી છે તેમજ કોરોના પોઝિટિવ હોવાના પગલે વહિવટી તંત્રમાં પણ ખળભળાટ સર્જાયો છે.
વહીવટી તંત્રમાં પણ ખળભળાટ સર્જાયો
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના પોઝિટિવ રિપોર્ટના પગલે સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલા મોહમ્મદ યુનુસને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમને રાત્રિ દરમિયાન બાથરૂમની બારીના કાચ તોડી રાત્રિના અંધકારમાં ફરાર થઈ જતા પોલીસ તંત્ર સહિત વહિવટી તંત્રમાં પણ ખળભળાટ સર્જાયો છે. એક તરફ આરોપી ફરાર થઈ જતાં પોલીસ તંત્રના માથે કાળી ટીલી લાગી છે, તો બીજી તરફ કોરોના પોઝિટિવ રિપોર્ટ હોવાના પગલે મોહમ્મદ યુનુસ આગામી સમયમાં કેટલાયે લોકોને કોરોના સંક્રમિત કરી શકે તેમ હોવાથી વહીવટી તંત્રમાં પણ ખળભળાટ સર્જાયો છે.
આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી