હિંમતનગરઃ રાજસ્થાનમાં કોરોના પોઝિટિવ કેસ વધતા આજે સાબરકાંઠા સહિત બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાની તમામ બોર્ડર સીલ કરી દેવાઈ છે. જેનાં પગલે અચાનક નિર્ણય લેવાતા કેટલાય વાહનચાલકો અટવાઈ પડ્યા છે. જો કે આવશ્યક ચીજવસ્તુઓ સહિત પરમીટ ધરાવનાર વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે.
સાબરકાંઠા-રાજસ્થાન બોર્ડર સીલ રાજસ્થાનની સાબરકાંઠા જિલ્લાને અડીને આવેલી વિજયનગર પાસેની રાણી બોર્ડર આજે અચાનક સીલ કરી દેવાઈ છે. જેમાં રાજસ્થાનમાં પોઝિટિવના કેસો વધતા તાત્કાલિક ધોરણે રાજ્ય બહાર જવા તેમજ આવવાની તમામ બોર્ડર બંધ કરી દેવાનો રાજ્ય સરકારનો નિર્ણય કરતા સાબરકાંઠા જિલ્લામાં આવેલી બોર્ડર પણ બંધ કરાઈ છે. જેના પગલે વાહનચાલકો માટે અચાનક મુશ્કેલી સર્જાઈ છે.
સામાન્ય રીતે કોઈપણ રાજ્યની બોર્ડર શીલ થાય તો તેની જાણ અગાઉથી કરવામાં આવતી હોય છે, પરંતુ કોરોના પોઝિટિવના કેસો વધતા રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યની તમામ બોર્ડર સીલ કરવાનો આદેશ કરતા રાજ્યની સાબરકાંઠા જિલ્લાને અડીને આવેલી રાણી બોર્ડર સીલ કરી દેવાઈ છે. જેનાં પગલે રાજસ્થાનમાં જનારા તેમજ રાજસ્થાનથી બહાર આવનાર આ વાહનચાલકો મારે મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, વહીવટી તંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ સહિત પાસ અથવા પરમીટ ધરાવનારના વાહનચાલકોને મુક્તિ આપવામાં આવી છે.
સાબરકાંઠા-રાજસ્થાન બોર્ડર સીલ જો કો, કોઈપણ પાસ પરમીટ વિનાના રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લીધેલા નિર્ણય સામે અચાનક જ રાજસ્થાન સરકાર દ્વારા તમામ વડીલો સીલ કરવાના આદેશથી વાહનચાલકો પણ અટવાઈ ગયા છે. બોર્ડર ઉપર બન્ને તરફ વાહનોની લાંબી કતારો જામી છે, ત્યારે આગામી સમયમાં વાહનચાલકો માટે કેવી પરિસ્થિતિ નિર્માણ પામશે એ પણ એક સવાલ છે. જો કે, રાજ્ય સરકાર પોતાના નિર્ણયમાં ફેર બદલ ના કરે તો બોર્ડર ઉપર અફરાતફરીનો માહોલ સર્જાય તેવી પૂરી સંભાવના છે.