સાબરકાંઠા: ભારત-ચીન વચ્ચે થયેલી અથડામણમાં ભારતના વીર સૈનિકો શહીદ થયા હતા. આ ઘટનાને પગલે ઠેરઠેર દેશમાં શહીદોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. પરંતુ સાબરકાંઠા કોંગ્રેસ મોડેમોડે જાગી હોય તેમ શુક્રવારે હિંમતનગર ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને બે મિનિટનું મૌન રાખી તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરી શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન પાળી શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ
ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં શહીદ થયેલા બહાદુર ભારતીય જવાનોને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા બે મિનિટનું મૌન તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન પાળી શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ
ઉલ્લેખનીય છે કે દેશમાં અવારનવાર હિંસક અથડામણના બનાવોમાં ભારતીય સૈનિકો શહીદ થવાના બનાવો બનતા જ હોય છે. કાશ્મીરના પુલવામામાં પણ ભારતીય સેનાના જવાનો કાર વિસ્ફોટમાં શહીદ થયા હતા ત્યારે તેમના પરિવારજનોને સહાય આપવામાં આવી હતી ત્યારે આ શહીદોના પરિવારજનોને પણ ભારત સરકારે સહાય આપવી જોઈએ તેવી કોંગી કાર્યકરોએ માગ કરી છે.