ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગર કોંગ્રેસનું અનુસૂચિત જાતિનું સંમેલન રદ્દ કરાયું

સાબરકાંઠા જિલ્લા અનુસૂચિત જનજાતિની જિલ્લા કક્ષાની બેઠક કોંગ્રેસ પ્રદેશ પ્રભારીના અધ્યક્ષ સ્થાને હિંમતનગર ખાતે મળી હતી. જો કે, પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન થતા શોક સંદેશ સાથે બેઠક રદ્દ કરાઈ હતી.

અનુસૂચિત જનજાતિનું સંમેલન રદ્દ
અનુસૂચિત જનજાતિનું સંમેલન રદ્દ

By

Published : Jan 9, 2021, 7:04 PM IST

  • હિંમતનગરમાં અનુસૂચિત જનજાતિનું સંમેલન રદ્દ
  • માધવસિંહ સોલંકીનું અવસાન થતાં સંમેલન રદ્દ
  • મોટી સંખ્યામાં કોંગી આગેવાનો રહ્યા હાજર

સાબરકાંઠાઃ હિંમતનગરમાં અનુસૂચિત જનજાતિની જિલ્લા કક્ષાથી લઈ તાલુકા તેમજ બૂથ લેવલ કાર્યકર્તાઓની બેઠક ગુજરાત પ્રદેશ પ્રભારી અનિલ નગરારેના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મેળવવા માટે તબક્કા પ્રમાણે મુલાકાત અને બેઠક યોજાવાની હતી. જો કે, દિલ્હીથી આવેલા ગુજરાત પ્રભારી અનિલ નગરારે સહિત કોંગ્રેસી આગેવાનોએ મોટી સંખ્યામાં આવેલા તમામ કાર્યકર્તાઓ તેમજ આગેવાનોને આજે શનિવારની બેઠક મુલતવી રાખવાની સાથે સાથે પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના અવસાનથી 2 મિનિટનું મૌન રાખી આજની બેઠક રદ્દ કરી હતી. આ સાથે જ કોંગ્રેસ પ્રભારીએ માધવસિંહ સોલંકીના અવસાનને પગલે ગુજરાત કોંગ્રેસમાં શ્રેષ્ઠ આગેવાન તેમજ પ્રબળ આગેવાનની ખોટ સર્જાઇ હોવાનું નિવેદન આપ્યું હતું.

પૂર્વ મુખ્યપ્રધાનના અવસાનથી બેઠક રદ્દ

આજે સવારે માધવસિંહના અવસાનને પગલે કોંગ્રેસની મોટાભાગની બેઠકો રદ્દ કરવામાં આવી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ અનુસૂચિત જાતિની બેઠક રદ્દ કરી શોકસભા રાખી આગામી સમયમાં ફરીથી એકરૂપ થવાની હાકલ કરાઇ છે.

તમામ કાર્યકરોને એક રૂપ થવા હાકલ

અનુસૂચિત જનજાતિના સાબરકાંઠા જિલ્લામાંથી આવેલા તમામ આગેવાનોને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એકરૂપ થવાની વાત કરવાની સાથો સાથ સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના કાર્યકાળની વાત કરી આજે શનિવારની સભા રદ્દ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details