ગુજરાત

gujarat

ETV Bharat / state

હાર્દિક પટેલનું વિવાદાસ્પદ નિવેદન: લોકો ભાજપથી નારાજ હોવાથી ઓછું મતદાન નોંધાયુ હતું - ભાજપ સમાચાર

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સાબરકાંઠાના ઇડરમાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનના બેસણામાં હાજરી આપી હતી. જ્યાં તેમણે નિવેદન આપ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીમાં ઓછું મતદાન બતાવી આપે છે કે, ગુજરાતનાં લોકો ભાજપથી નારાજ છે.

ગુજરાતના લોકો ભાજપથી નારાજ હોવાથી સ્થાનિક ચૂંટણીમાં ઓછું મતદાન થયું છે
હાર્દિક પટેલનું વિવાદાસ્પદ નિવેદન

By

Published : Mar 9, 2021, 12:54 PM IST

Updated : Mar 9, 2021, 5:01 PM IST

  • ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું વિવાદાસ્પદ નિવેદન
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓછું મતદાન એ લોકોની ભાજપથી નારાજગી
  • તાનાશાહી અને પૈસાના જોરે સત્તા મેળવવામાં માને છે ભાજપ

સાબરકાંઠા: ઇડરનાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનના અવસાન બાદ રાખવામાં આવેલા તેમના બેસણામાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે નિવેદન આપ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીથી સ્થાનિક જનતામાં ભારે રોષ વ્યાપેલો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જલ્દી ચૂંટણી યોજાય તેવી કોઇ પરિસ્થિતિ નથી. તેમ છતાં જલ્દી ચૂંટણી યોજવા માટે તાનાશાહી અને પૈસાના જોરે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલને મોટી રાહત, રાજ્ય બહાર જવાની મળી મંજૂરી



જો ચૂંટણી વહેલી યોજાય, તો રાજકારણમાં એક નવો મુદ્દો ઉમેરાય તેવી સંભાવના

તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. જોકે, ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સાબરકાંઠાના ઇડરમાં જણાવ્યું હતું કે, ભાજપ તાનાશાહી તેમજ પૈસાના જોરે સત્તા મેળવે છે. સ્થાનિક જનતાએ મતદાનથી દૂર રહી ભાજપ પ્રત્યેની નારાજગી દર્શાવી છે. આ સિવાય ગુજરાતના રાજ્યકક્ષાના પ્રધાન રમણ પાટકરે વહેલી ચૂંટણી યોજવા અંગેના નિવેદન અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલના તબક્કે વહેલી ચૂંટણી યોજવી એ વ્યાજબી નથી. સાથોસાથ પાંચ વર્ષે ચૂંટણી યોજાય તે જરૂરી છે. જોકે, હાલમાં કોઈ પણ પ્રકારની અસ્થિરતા ન હોવા છતાં વહેલી ચૂંટણી યોજાય તે યોગ્ય નથી. પાંચ વર્ષે યોજાતી ચૂંટણી આ વખતે ટર્મ પહેલા યોજાશે તો રાજકારણમાં એક નવો મુદ્દો ઉમેરાય તેવી પૂરી સંભાવના છે. ત્યારે જોવું એ રહે છે કે, આગામી સમયમાં મોંઘવારી, ભ્રષ્ટાચારની સાથોસાથ જલ્દી ચૂંટણી યોજવા માટેનો મુદ્દો પણ મુખ્ય બની રહે તો નવાઈ નહીં.

આ પણ વાંચો:હાર્દિકની ધરપકડ બાદ પ્રિયંકા ગાંધીનું ટ્વિટ

Last Updated : Mar 9, 2021, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details