- ગુજરાત કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- કોરોના દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા માટે કરી માગ
- વનવાસી વિસ્તારમાં પણ આઇસોલેશન સેન્ટર ખોલવા રજૂઆત
હિંમતનગર: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે હાહાકાર સર્જાયો છે. ત્યારે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે સાબરકાંઠાના હિમતનગર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રેમડેસીવીર ઇન્જેક્શન, ઓક્સિજન તેમજ કોરોના દર્દીઓને પડતી અગવડતા મામલે વહીવટી તંત્ર પાસે સુવિધા આપવાની માગ કરી છે.
કલેક્ટર કચેરીમાં લગાવવામાં આવેલી નોટિસ વધુ બેડ ફાળવવાની પણ કરાઈ માગ
કોરોના મહામારીને પગલે સમગ્ર દુનિયામાં હજારો લોકો દિન-પ્રતિદિન સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન તેમજ રેમડેસીીર ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવા ખાસ માગ કરાઇ છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં હજુ દર્દીઓને વધુ બેડ ફાળવવાની પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. એક તરફ ઓક્સિજન બેડની ઉણપ વધી રહી છે, તો બીજી તરફ કોરોના મહામારી માટે ઉપચાર બની રહેલા રેમડેસીવીર ઇન્જેક્શનની પણ ખોટ પડી રહી છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા મતક્ષેત્રના ધારાસભ્ય તેમજ કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ દ્વારા સાબરકાંઠા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને વિવિધ માગ કરાઈ છે.
વનવાસી વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર ખોલવા માગ
કોરોના મહામારી વ્યાપક રીતે વધી રહી છે તેમજ સંક્રમણ દિન પ્રતિદિન વધતા જતા ગુજરાત કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે મંગળવારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી વનવાસી વિસ્તારોમાં પણ કોવિડ કેર સેન્ટર ખોલવાની માગ કરી છે. આ ઉપરાંત કોરોના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઇન્જેક્શન સહિત ઓક્સિજન બેડ આપવા માગ કરાઇ છે.