- સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસે યોજી બેઠક
- 2022 ની વિધાનસભા માટે આજથી જ કામે લાગી જવા કરાઈ હાકલ
- ભાજપને ગોડસેની વિચારધારા ધરાવનારાઓની પાર્ટી ગણાવી
- આઝાદીની લડાઇમાં ભાજપના કોઇ નેતાનું યોગદાન નહીં
સાબરકાંઠા: જિલ્લાના હિમતનગર ખાતે શુક્રવારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ સંયોજકની એક બેઠક બોલાવાઇ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિત ચાવડા તેમજ જીતેન્દ્ર બધેલ ખાસ હાજર રહ્યા હતા. આ તબક્કે બોલતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની જનતા ભાજપના શાસનથી નામ પોકારી ઉઠી છે તેમજ આગામી સમયમાં જનતા પરિવાર કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી સાથે જીતાડશે અને ભાજપની આગામી વિધાનસભામાં કારમી હાર થશે. આ તબક્કે અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, ભાજપ એ ગોડસેની વિચારધારા ધરાવનારી પાર્ટી છે. તેમજ આઝાદીની લડાઈમાં ભાજપે કોઈ બલિદાન આપ્યું નથી. સાથોસાથ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના શાસનથી જનતા અત્યંત ત્રસ્ત થઈ ચૂકી છે. જેના પગલે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત મળશે, તેવો આશાવાદ સેવ્યો હતો.