ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડબ્રહ્મા નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી - સાબરકાંઠા જીલ્લાની ત્રણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી

સોમવારે સમગ્ર ગુજરાતમાં પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતા નવી ટર્મ માટેની ચૂંટણી દરમિયાન ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા આંચકી છે.

ETV bharat
ખેડબ્રહ્મા નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

By

Published : Aug 24, 2020, 11:11 PM IST

સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાની પ્રથમ ટર્મ પૂરી થતા બીજા ટર્મ ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે ગરમાવો સર્જાયો હતો. જોકે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જીલ્લામાં ત્રણ નગરપાલિકાઓ પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી સર્જાઈ હતી. જેમાં તલોદ નગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામાં ભાજપ સફળ રહી હતી.

ખેડબ્રહ્મા નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી
જોકે ખેડબ્રહ્મામાં ભાજપ પાસેથી સત્તા કોંગ્રેસ દ્વારા આંચકી લેવામાં આવી છે. જ્યારે ઇડર નગરપાલિકામાં ભાજપની સત્તા યથાવત રહી છે.

ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના 14-14 સભ્યો હતા. જેમાં સોમવારે નગરપાલિકાની બીજી ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભાજપના બે સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેના પગલે કોંગ્રેસના સાગરભાઇ પટેલ પ્રમુખ તેમજ જીગ્નેશભાઈ જોશીનું ઉપપ્રમુખ તરીકે વિજય થયો હતો. સાથોસાથ કોંગ્રેસ પાસેથી ભાજપ સત્તા છીનવી લેવામાં સફળ રહી હતી.

ABOUT THE AUTHOR

...view details