ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના ઇડર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી સામે નોંધાઇ ફરિયાદ - Complaint registered against a police officer at Idar

સાબરકાંઠાના ઇડર પોલીસ સ્ટેશનમાં એક પરણિત પોલીસ કર્મીએ અન્ય સમાજની પરણિત મહિલાને પ્રેમ જાળમાં ફસાવી મૈત્રી કરાર કરી ભગાડી જતાં, મહિલાની માતાએ એસિડ પી લેતા તેમને ઇડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સાબરકાંઠાના ઇડર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી સામે નોંધાઇ ફરિયાદ
સાબરકાંઠાના ઇડર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી સામે નોંધાઇ ફરિયાદ

By

Published : Jul 27, 2020, 6:36 PM IST

સાબરકાંઠા: ઇડર તાલુકાના ખાસ્કી ગામના ચેનવા કાંતિભાઈ BSF માં ફરજ બજાવે છે. જે હાલ ઇડર ખાતે રહે છે. તેમની પરણિત દીકરીને ઇડર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મી રજનીભાઇ પરમાર જે પોતે પણ પરણિત હોવા છતાં પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી મૈત્રી કરાર કરી ભગાડી જતાં મામલો ઇડર પોલીસ મથકે પહોંચ્યો છે.

સમાજના આગેવાનો દ્વારા આ મામલે સમાધાનના પ્રયત્નો કરવા છતાં પોલીસ કર્મી કાયદાનો રોફ બતાવતો પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો હતો. રવિવારના રોજ પોલીસ કર્મીએ યુવતીની માતાને ટેલિફોન પર ધમકી આપી હતી. જેથી, ડરી ગયેલી યુવતીની માતાએ પોતાના ઘરે એસીડ પી લેતા ઇડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ મૈત્રી કરારની ઘટનાને લઈ યુવતીની માતાના પિયર પક્ષના લોકો પણ સામ સામે આવી જતા મારામારી થઇ હતી. જેના પગલે બે વ્યક્તિ ઘાયલ થતાં તેમને પણ 108 મારફતે ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કારવામાં આવ્યા હતા. આ ઘટનાની ઇડર પોલીસ મથકે જાણ કરાતા ઇડર પોલીસે સિવિલ હોસ્પિટલમાં પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details