સાબરકાંઠાઃ હિંમતનગરમાં કેટલાક દિવસ પહેલા ગાય પર એસિડ જેવા પદાર્થથી અજાણ્યા ઇસમે કરેલા હુમલાના પગલે સ્થાનિક પ્રેમીઓએ ગાયને ઈડર પાંજરાપોળ ખાતે સારવાર અર્થે મોકલી આપી હતી. જોકે સારવાર થયા બાદ ગાય ફરીથી ઇડર બજારમાં જોવા મળતા ઇડરના ગૌ સેવકોએ આજે ગાયને ફરીથી પાંજરાપોળમાં મોકલી આપી છે. જોકે આ મામલે ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.
ઈડરમાં ગાય પર એસિડ જેવા પદાર્થથી હુમલો કરનારા સામે નોંધાઈ ફરિયાદ - સાબરકાંઠા લેટેસ્ટ ન્યૂઝ
હિંમતનગરમાં થોડા દિવસો પહેલા ગાય પર એસિડ જેવા પદાર્થથી અજાણ્યા ઇસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ગૌ હત્યા ઉપર આજીવન પ્રતિબંધ મુકવાનો કાયદો અમલી બન્યા બાદ હવે ગાય ઉપર એસિડ જેવા પદાર્થોથી હુમલો કરનારા લોકો માટે પણ આગામી સમય કપરો સાબિત થાય તેમ છે, ત્યારે ઇડરમાં ગાય ઉપર અજાણ્યા ઇસમે એસિડ જેવા પદાર્થે હુમલો કર્યાના પગલે સ્થાનિક ગૌ દયા પ્રેમીઓએ તેને ઈડર પાંજરાપોળ ખાતે સારવાર માટે મોકલી આપી હતી. જોકે સ્થાનિક બજારમાં જોવા મળી હતી. જેના પગલે ગૌ સેવા કરનારાઓએ ઈડર પાંજરાપોળમાં મોકલી તેની સારવારની શરૂઆત કરાવી છે. જોકે આ મામલે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ આપ્યાના પગલે મામલો ગરમાયો છે.
જોકે હાલમાં આ મામલે ગૌ દયા પ્રેમીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે, ત્યારે આગામી સમયમાં આ મામલે રાજકારણ વધુ ગરમાય તો નવાઈ નહીં.