સાબરકાંઠાઃહિંમતનગરમાં રામ નવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા બાદ થયેલા પથ્થરમારામાં (Communal Violence In Himmatnagar)પડઘા ગત રાત્રિએ ફરી સંભળાયા છે. હિંમતનગરના વણજારા વાસમાં ગત રાત્રે બે જૂથ સામસામે આવી જતાં છ જેટલા ટીયર ગેસના સેલ (Tear gas cell)છોડી સમગ્ર વણસેલી પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જોકે સ્થાનિક કક્ષાએપેટ્રોલ બોમ્બજેવી વસ્તુઓ પણ મળી આવતા સ્થાનિક કક્ષાએ ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડાએ રૂબરૂ મુલાકાત (Sabarkantha District Police )લઇ સમગ્ર સ્થિતિ થાળે પડી છે.
જગ્યા છોડવાનો નિર્ણય કર્યો આ પણ વાંચોઃHimmatnagar Communal Violence: સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મૂકનારા વ્યક્તિની અટકાયત
પરિવારોએ સ્થાનિક જગ્યા છોડવાનો નિર્ણય કર્યો -સાબરકાંઠાનાહિંમતનગરમાં રામનવમી નિમિત્તે(ram navami 2022) નીકળેલી શોભાયાત્રા બાદ થયેલા પથ્થરમારા બાદ ગત રાત્રિએ વણજારા વાસ તેમજ હસન નગરમાં સામસામે પથ્થરમારો થયો હતો. સાથે સાથે પેટ્રોલ જેવી વસ્તુઓ મળી આવતા સ્થાનિક કક્ષાએ ભારે ભરખમ સર્જાયો હતો. જોકે ભયના ઊભા થયેલા માહોલ વચ્ચે આજે સવારે કેટલાક પરિવારોએ સ્થાનિક જગ્યા છોડવાનો નિર્ણય કર્યો હતો. તેવા સમયે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ રૂબરૂ મુલાકાત કરી જિલ્લા પોલીસ વડાની રૂબરૂ મુલાકાત બાદ સ્થાનિકોએ પણ રહેઠાણ વાળા વિસ્તારોમાં રહેવાની હિમાયત કરી છે. જોકે હાલમાં સમગ્ર વણઝારા સહિત હસન નગર વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો (Rapid Action Force In Himmatnagar )તેમજ જિલ્લા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. તેમજ સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ હાલમાં જોવા મળી રહી છે.
પથ્થરમારા બાદ 10 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી -જોકે અભય ચુડાસમાના આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગતરાત્રિ થયેલા પથ્થરમારા બાદ 10 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથો સાથ આગામી સમયમાં અન્ય જે તે જવાબદાર આરોપીને બોક્સમાં નહિ આવે તેમજ સ્થાનિક સુરક્ષા જોઈતી તમામ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવશે તેમ જ સુરક્ષાના મામલે પણ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે.
આ પણ વાંચોઃCommunal Violence In Himmatnagar: પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનારા 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ