ગુજરાત

gujarat

ETV Bharat / state

નાની ઉંમરે 16 વર્ષીય ભક્તિ પટેલે મેળવ્યું આ સ્થાન, લઈ શકે છે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ - Gujarat for Commonwealth Games

ગુજરાતના 12 જેટલા બાળકોની કોમનવેલ્થ ગેમ્સના ટ્રાયલ (Commonwealth Games 2022)માટે પસંદગી થતા તેમને ઓરિસ્સાના કટકમાં બોલાવવામાં આવ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરની 16 વર્ષીય ભક્તિ પટેલે માત્ર છ માસની તૈયારી બાદ કોમનવેલ્થ ગેમ્સના ટ્રાયલ માટે ગુજરાત વતી પસંદગી થતા પરિવાર સહિત જિલ્લાભરમાં ખુશી ફેલાય છે.

તલવારબાજીમાં ગુજરાતના 12 બાળકોની પસંદગી, ભક્તિ પટેલે છ માત્ર મહિના તૈયારી
તલવારબાજીમાં ગુજરાતના 12 બાળકોની પસંદગી, ભક્તિ પટેલે છ માત્ર મહિના તૈયારી

By

Published : Jul 1, 2022, 4:58 PM IST

સાબરકાંઠાઃઇંગ્લેન્ડના લંડનમાં આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સનું (Commonwealth Games 2022)આયોજન થઈ રહ્યું છે. તલવારબાજીમાં ગુજરાતના 12 જેટલા બાળકોની પસંદગી કરાવામાં(Commonwealth Games)છે. જે પૈકી સાબરકાંઠાના હિંમતનગરની 16 વર્ષીય ભક્તિ પટેલની પણ તલવારબાજી ગેમમાં પસંદગી થઈ છે. ભક્તિ પટેલ અત્યાર સુધી ફૂટબોલ, વોલીબોલ તેમજ કરાટે જેવી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. સમગ્ર દેશ માટે કોમનવેલ્થ ગેમ સહિત ઓલમ્પિકમાં નામના અપાવવાની ખેવના સાથે છ માસ પૂર્વે તલવારબાજીમાં ભક્તિ પટેલે હાથ અજમાવ્યો હતો.

તલવારબાજી

તલવારબાજીમાં પણ વિશેષ રેકોર્ડ -જોકે પહેલાથી જ કુશાગ્ર બુદ્ધિની સાથોસાથ રમત પ્રત્યે વિશેષ રસ અને રુચિ દાખલનરી ભક્તિ પટેલે તલવારબાજીમાં પણ પોતાનો કસબ દેખાડ્યો છે. ખેલ મહાકુંભ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સિલ્વર મેડલ જીતી ચૂકેલી ભક્તિ પટેલને તલવારબાજીમાં ગુજરાત ખેલકૂદ વિભાગ દ્વારા કોમનવેલ્થ ગેમ્સમાં તલવારબાજીમાં પસંદગી કરવામાં આવી છે. હાલના તબક્કે વાત કરવામાં આવે તો ભક્તિ પટેલ ધોરણ 12 કોમર્સમાં હિંમતનગરમાં અભ્યાસ કરવાની સાથોસાથ તલવારબાજીમાં પણ વિશેષ રેકોર્ડ કરે તેવી સમગ્ર પરિવારની અપેક્ષા છે.

તલવારબાજી

આ પણ વાંચોઃકોમનવેલ્થ ગેમ્સ-2022ઃ ભારત આ બે રમતની મેજબાની કરશે

રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી -વિશ્વ કક્ષાએ છેલ્લા કેટલાક સમયથી અભ્યાસની સાથોસાથ વિવિધ રમતોમાં પણ મહિલાઓ અવ્વલ નંબરે સફળતા મેળવી રહી છે. સાબરકાંઠાના હિંમતનગરની ભક્તિ પટેલ પણ આ મામલે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી એવી મહેનત અને ખેલના લગાવ દ્વારા આ પ્રેક્ટિસ કરી રહી છે. આ મામલે ભક્તિ પટેલના માતાએ જણાવ્યું હતું કે ભક્તિ પટેલ સ્થાનિક વિસ્તાર માટે હવે મહત્વનું નામ બની રહ્યું છે. તેમજ આગામી સમયમાં ભક્તિ પટેલ દેશ માટે વિશેષ મેડલ લાવશે તો આજે થનારી ખુશી કરતાં પણ બમણી ખુશી સમગ્ર દેશને મળી શકશે અને અમને એ બાબતનું ગૌરવ આજીવન રહેશે.

તલવારબાજી

રાજ્ય માટે પણ મહત્વનું નામ બની રહેશે -પૈસા કરતાં વ્યાજ વધુ વહાલું હોય તેમ ભક્તિ પટેલના દાદાએ જણાવ્યું હતું કે અભ્યાસની સાથોસાથ ભક્તિ પટેલે નિયમિત કરેલા પ્રયાસના પગલે આજે ગુજરાત કક્ષાએ તેનું નામ ગુંજતું થયું છે. જે આગામી સમયમાં વિશ્વ કક્ષાએ ગુંજ છે તે નક્કી છે સાથોસાથ દેશ માટે વિશેષ પ્રયાસ કરશે તો સમાજ સહિત સમગ્ર રાજ્ય માટે પણ મહત્વનું નામ બની રહેશે.

આ પણ વાંચોઃ'મને યોગ્ય સપોર્ટ મળ્યો હોત તો હું વર્લ્ડ ન. 01 હોત' : બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા

12 ગુજરાતીઓની પસંદગી -જોકે હાલના તબક્કે ઓરિસ્સાના કટક ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ માટે વિશેષ તૈયારીના ભાગરૂપે ભક્તિ પટેલ સહિત 12 ગુજરાતીઓની પસંદગી થઇ છે. વિશ્વ કક્ષાએ સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન થાય તેવી સૌ કોઈ જિલ્લાવાસીઓની અપેક્ષાથી ત્યારે જ રહે છે કે આ મામલે આગામી સમયમાં ભક્તિ પટેલ દ્વારા સાબરકાંઠા સહિત ગુજરાતની કેટલી નામના મળે છે.

ABOUT THE AUTHOR

...view details