હિંમતનગરઃ સમગ્ર ગુજરાતમાં આજે સૂર્યગ્રહણ જોવા મળી રહ્યું છે, જો કે સાબરકાંઠામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હોવાના પગલે પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાયું નથી. આમ, સૂર્યગ્રહણનો નજારો જોવા ન મળતા સાબરકાંઠા જિલ્લાવાસીઓમાં નારાજગી જોવા મળી હતી.
એક તરફ વરસાદી માહોલની જગતના તાતને સૌથી વધારે જરૂરિયાત છે, ત્યારે આજના દિવસે સૌથી લાંબુ સૂર્યગ્રહણ પણ જોવા મળી શકે તેવી પૂર્ણ સંભાવના હતી. જો કે દિવસની શરૂઆતથી જ આકાશમાં વરસાદી વાદળ ઘેરાતા સૂર્ય ગ્રહણ ન જોઈ શકાયું. સામાન્ય રીતે સૂર્ય ગ્રહણ વખતે આકાશમાં વાદળ ન હોય તો જ સૂર્યગ્રહણ જોઈ શકાય છે, તેમજ તેની અસર પણ વર્તાઈ શકે છે. જો કે વરસાદી વાદળ હોવાના પગલે આજે સાબરકાંઠા જિલ્લામાં પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાયું નથી.