ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં ધોરણ 10ના વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઇ આપઘાત - sabarkantha news

વિજયનગરમાં ધોરણ 10માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાયો છે. જોકે સ્યુસાઇડ નોટ જોતા એક તરફી પ્રેમમાં પાગલ હોય તેવુ પ્રાથમિક દ્રષ્ટિએ મનાઇ રહ્યું છે.

ધોરણ 10ના વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઇ આપઘાત
ધોરણ 10ના વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઇ આપઘાત

By

Published : Feb 19, 2020, 6:02 PM IST

સાબરકાંઠા : વિજયનગરના પૃથ્વીપુરા ઉત્તર બુનિયાદી શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી આજે સવારે શાળાની નજીકના વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે વિદ્યાર્થીના પરિવાર સહિત શાળા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. જોકે આ વિધાર્થી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. જે ગતરાત્રિ દરમિયાન 11 કલાક સુધી આશ્રમશાળામાં સહી સલામત હોવાનું સ્થાનિક આચાર્યે જણાવ્યું છે, ત્યારે ગત રાત્રીના ૧૧ કલાક બાદ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે.

ધોરણ 10ના વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઇ આપઘાત

આ સાથે તપાસ હાથ ધરતા સ્યુસાઇડ નોટમાં તેને એક તરફી પ્રેમમાં નિષ્ફળતા મળી હોવાના પગલે પણ આપઘાત કર્યો હોય તેવી બાબત સામે આવી છે. તેમજ પોલીસે હાલમાં સ્યુસાઇડ નોટ કબ્જે કરી હાલમાં વધુ તપાસ હાથ ધરી છે. જો કે પરિવારજનોએ હાલમાં સ્થાનિક પ્રશાસન તંત્ર તેમજ પોલીસ તંત્ર સામે પોતાના પુત્રના મૃત્યુ સામે સવાલ ઊભો કરી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યા છે. આગામી સમયમાં આ મામલે કેવા પરિવર્તનો આવશે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરનારા વિદ્યાર્થી પ્રેમમાં નિષ્ફળતાના પગલે આપઘાત કરે તેઓ બનાવના પગલે જિલ્લાભરમાં ભારે ખળભળાટ સર્જાયું છે, ત્યારે ભાર વિનાના ભણતરની સાથો સાથ હવે આગામી સમયમાં વિદ્યાર્થીઓને માનસિક સ્તર મજબૂત કરવા માટે પણ વિચારવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

ABOUT THE AUTHOR

...view details