ગુજરાત

gujarat

ETV Bharat / state

Idar Bank Theft : ઇડર નાગરિક સહકારી બેંકમાં લાખોની ચોરી થતાં ગ્રાહકોમાં ખળભળાટ - Idar Bank Theft

ઇડર નાગરિક સહકારી બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી (Idar Citizen Cooperative Bank Theft) લાખોની ચોરી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જોકે, આ બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ ચોરીને (Idar Bank Theft) લઈને કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે.

Eder Bank Theft : ઇડર નાગરિક સહકારી બેંકમાં લાખોની ચોરી થતાં ગ્રાહકોમાં ખળભળાટ
Eder Bank Theft : ઇડર નાગરિક સહકારી બેંકમાં લાખોની ચોરી થતાં ગ્રાહકોમાં ખળભળાટ

By

Published : May 21, 2022, 1:32 PM IST

સાબરકાંઠા : કોઈપણ વ્યક્તિની પૈસા ચોરી થવાના ભયના પગલે કોઈપણ બેંકમાં રોકડ નાણાં મૂકતા હોય છે. જોકે, બેંકમાં જ જ્યારે ચોરી થાય તો આમ જનતાને જવું ક્યાં...? વાત એ છે સાબરકાંઠાના ઇડર નાગરિક સહકારી(Sabarkantha Bank Robbery) બેંકની કે જેના સ્ટ્રોંગ રૂમમાંથી 10 લાખ જેટલી માતબર રકમની ચોરી થવા પામી છે. આ ઘટનાની જાણ ઇડર પોલીસ મથકે થતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે.

ઇડર નાગરિક સહકારી બેંકમાં લાખોની ચોરી થતાં ગ્રાહકોમાં ખળભળાટ

આ પણ વાંચો :Surat Theft Case: સુરતમાં વધ્યો તસ્કરોનો આતંક, હવે કોને બનાવ્યું નિશાન, જૂઓ

કેશિયરે દ્વારા રૂમમાં પૈસા ઓછા હોવાનું ધ્યાને -વાડ ચીભડાં ગળે તેવી પરિસ્થિતિ સાબરકાંઠાના ઇડરના નાગરિક સહકારી બેંકમાં (Eder Citizen Cooperative Bank Theft) સર્જાઈ છે. બેંકના કેશિયરે દ્વારા રૂમમાં પૈસા ઓછા હોવાનું ધ્યાને આવતા સ્થાનિક વહીવટી તંત્ર સહિત MD અને ચેરમેન દ્વારા ઇડર પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. 10 લાખ જેટલી માતબર રકમની ચોરી થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યાના પગલે નાગરિક સહકારી બેંકના (Idar Bank Theft) મોટાભાગના ગ્રાહકો સહિત સ્થાનિકોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. હાલમાં આ મામલે સાબરકાંઠા નાગરિક સહકારી બેંક દ્વારા ઇડર પોલીસ મથકે જાણવા જોગ અરજી આપવામાં આવી છે.

આ પણ વાંચો :Women Stealing Clothes : ભદ્ર વર્ગની મહિલાઓ કરી રહી છે આવું શરમજનક કૃત્ય જાણો

સભાસદોના પણ ભારે હંગામો સર્જાયો -બેંકમાં ચોરી થયાનું ધ્યાનમાં આવતા નાગરિક સહકારી બેન્કના ચેરમેન દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરાઇ હતી. મહત્વનું છે કે, એક તરફ દિનપ્રતિદિન ચોરોનો વધતો ત્રાસ કોઈપણ વ્યક્તિને પોતાની આર્થિક બચતને પોતાના ઘરમાં ન રાખવા માટે મજબૂર બને છે. તો બીજી તરફ બેંકમાં મૂકેલી પોતાની આ બચત બારોબાર ચોરી થયાનું જાણીને સભાસદોમાં પણ ભારે હંગામો સર્જાયો છે. જોકે હજુ સુધી બેંક ચોરીનો (How Much Money Robbery Idar Bank) કોઈ ભેદ ખોલી શક્યો નથી. ત્યારે જોવું એ રહે છે કે, આગામી સમયમાં ચોરાયેલા દસ લાખ જેવી માતબર રકમ અંતર્ગત બેંક દ્વારા કેવા અને કેટલા પગલાં લેવાય છે.

ABOUT THE AUTHOR

...view details