આદિવાસીઓની લોકસંસ્કૃતિના દર્શન થાય છે સાબરકાંઠાઃઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુભાંખરી ત્રિવેણી સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો માનીતો ભાતીગળ મેળો એટલે ચિત્ર વિચિત્રનો 74મો મેળો યોજાયો હતો, જે હોળીના તહેવાર પછી 15મા દિવસે ઉજવાય છે. 2 દિવસ ચાલનારા આ મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો તથા અરવલ્લી ગિરીકંદરામાં વસતા વનબાંધવો સહપરીવાર ઉમટી પડે છે. તેઓ પૂર્વજોની શ્રાદ્ધ વિધિ તેમ જ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ આ મેળામાં આનંદ ઉલ્લાસ સાથે સવારે શોકમગ્ન બની વિધી કરે છે.
આ પણ વાંચોઃDakor Holi 2023 : ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ
અન્ય રાજ્યોમાંથી પણ આવે છે લોકોઃ મહાભારત કાલીન પ્રાચીન સ્થળ એવા ગુણભાંખરી ગામે આદિજાતિ લોકોનો ભાતીગળ મેળો યોજાયો હતો. આકુળ-વ્યાકુળ અને સાબરમતીના ત્રિવેણી સંગમે પૈતૃકના અસ્થિ વિસર્જન કરી સ્વજનોની યાદમાં હૈયાફાટ રૂદનથી આક્રંદ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. ભાતીગળ મેળામાં યુવાનો અને યુવતીઓ મેળામાં મોજમાણી મનના માણીગરને શોધીને સંસારમાં પ્રભુતા પગલાં માંડે છે. આ પ્રાચીન મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના આંતરરાજ્યો અને આસપાસના બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ સહિતના આદિજાતિલોકો મેળામાં આવે છે.
આદિવાસીઓની લોકસંસ્કૃતિના દર્શન થાય છેઃજિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામ પાસે મહાભારતકાળથી સાબરમતી નદીનો ત્રીવેણીસંગમ વહે છે. જ્યાં વર્ષોથી ચિત્રવિચિત્ર નામે મેળો ભરાય છે. અહીં આદિવાસીપ્રજા પોતાના મૃત સ્વજનોની આત્માની મુક્તિ માટે પૂરી રાત નદીના પટમાં અસ્થિ લઈ સ્વજનોને યાદ કરે છે. તેમ જ સવારે અસ્થિ વિસર્જન કરી પોતાના સ્વજન માટે મોક્ષની યાચના કરે છે. આમાં આદિવાસી મહિલાઓ પોતાના મૃત સ્વજનને યાદ કરી એકબીજાને ભેટીને રડે છે. આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસીઓની લોકસંસ્કૃતિના દર્શન કરવા મળે છે.
અન્ય રાજ્યોમાંથી પણ આવે છે લોકો વર્ષો જૂની લોકવાયકાઃ લોકવાયકા મુજબ, ભિષ્મના સાવકા ભાઈ હસ્તિનાપુરના રાજા શાન્તનુના 2 કુંવરો ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય આ જગ્યાએ આવીને પારસ પીપળાના ઝાડમાં થડના પોલાણમાં પ્રવેશીને આગ સળગાવી હોમાઈ ગયા હતા. તેમના નામ પરથી આ સ્થળનું ચિત્ર-વિચિત્ર મહાદેવ નામ પડ્યું હોવાની દંતકથા છે. આ મેળામાં આમ તો સ્નાનનો મહિમા છે. લોકો ત્રિવેણી નદીમાં સામૂહિક સ્નાન કરી પાસે આવેલા મહાદેવના મંદિરમાં પૂજા-અર્ચના કરે છે. આ લોકો મેળામાં નૃત્ય અને ધાર્મિક માન્યતાનો સમન્વય જોવા મળે છે. મેળામાં પાનની દુકાનો, ચકડોળો તેમ જ જીવન જરૂરિયાત ચીજોની દુકાનો જોવા મળે છેે. આ મેળાને મહાલવા વિદેશી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવે છે.
વર્ષોથી અસ્થિ વિસર્જન થાય છે આ પણ વાંચોઃMahashivratri 2023: ભાંગ, ભસ્મ અને ભક્તિનો દિવસ એટલે શિવરાત, ભક્તોએ માણી ભાંગની મોજ
વર્ષોથી અસ્થિ વિસર્જન થાય છેઃ રામ કુકડીના મરજુભાઈએ જણાવ્યું હતું કે, આ મેળામાં મૃત સ્વજનોને યાદ કરવાની સાથે યુવક-યુવતીઓ પોતાના જીવનસાથીને આ મેળામાં પસંદ કરી પોતાના સાંસારિક જીવનની શરૂઆત કરે છે. તો રાજસ્થાનના બિંદુ મીણાએ જણાવ્યું હતું કે, આ ચિત્ર-વિચિત્ર મેળો અમારા માટે પવિત્ર મેળો છે. બાપ-દાદાના સમયથી અમે અમારા સ્વજનોની અસ્થિ આ નદીના ત્રિવેણી સંગમમાં પધરાવીને પવિત્ર કરીએ છીએ.