ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતી બોલવામાં બાળકોનું પ્રભુત્વ ઘટ્યું, સરકાર કરશે પ્રયાસ

સાબરકાંઠા: સામાન્ય રીતે માતૃભાષામાં દરેક બાળક પાવરઘું હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વધતા પ્રભાવને પગલે ગુજરાતી બાળકોનું માતૃભાષા પર પ્રભુત્વ ઘટી રહ્યું છે. જેના પગલે સરકાર હવે વિશેષ પ્રયાસ હાથ ધરશે.

ગુજરાતી બોલવામાં બાળકોનું પ્રભુત્વ ઘટ્યું, સરકાર કરશે સવિશેષ પ્રયાસ

By

Published : Nov 20, 2019, 9:14 PM IST

સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારા બાળકોનું પ્રભુત્વ ઘટી રહ્યા હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ, રાજ્ય સરકાર જાગી છે. તેમજ આ માટે અભિયાન સ્વરૂપે એક વિશેષ પ્રયાસ હાથ ધરવા જઈ રહીં છે.

સાબરકાંઠા જિલ્લામાં આગામી 25 નવેમ્બરથી એક વિશેષ પ્રયાસ શરૂ કરવા થવા જઇ રહ્યો છે. જેમાં, રાજ્ય સરકાર પાઠ્યપુસ્તકના વાંચન થકી ગુજરાતી ભાષા ઉપર પકડ મેળવવા પ્રયાસ કરશે. તેમજ આ માટે રાજ્ય સરકારે અભિયાન સ્વરૂપે બાળકોને વાંચવામાં રસ અને રૂચિ જાગે તેવા પ્રયાસ કરવા શિક્ષકોને હાકલ કરી છે.

ગુજરાતી બોલવામાં બાળકોનું પ્રભુત્વ ઘટ્યું, સરકાર કરશે સવિશેષ પ્રયાસ

આ અંગે વહીવટી તંત્રનું માનવું છે કે, બાળકોને વાંચવા લખવા પાછળ 80 ટકાથી વધુ ઉણપ માટે જવાબદાર કારણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અંગ્રેજી ભાષાનું વધતું પ્રભુત્વ છે. આજની તારીખે ગુજરાતી વાર્તાઓ અને ઉદાહરણની જગ્યાએ મોબાઈલ અને TVનું વલણ વધતા ગુજરાતી ભાષાની પક્કડ ઓછી થઈ છે.

ABOUT THE AUTHOR

...view details