જો સરકાર દ્વારા ગંભીરતાથી આ અંગે વિચાર કરવામાં આવે તો, સાબરકાંઠા જિલ્લામાં 8 હજારથી વધારે લોકોની રોજગારી બચી શકે તેમ છે. જો કે, આ મુદ્દે હજારો રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. કંપનીના નિભાવ માટે વપરાતા LPG ગેસને GSTમાં સમાવવાની માંગ કરી છે, જો આ માંગ સ્વીકારવામાં આવે તો, મંદીના મારમાં રોજબરોજ ઈન્ડસ્ટ્રીઝને લગાવવામાં આવતા તાળા ખોલી શકાશે. તેમજ રોજગારની નવી દિશાઓ ઉભી થઈ શકે તેમ છે. જો કે, હજી સુધી આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા પગલા લેવાયા નથી.
સાબરકાંઠાનું સિરામિક ઉદ્યોગ મરણ પથારીએ, હજારો લોકો બોરજગાર છતાં તંત્ર મૌન - gujarat goverment
સાબરકાંઠાઃ સમગ્ર ભારતમાં મંદીનો માહોલ છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ રોજગારી આપનાર સિરામિક ઉદ્યોગ બંધ થવાની અણી પર છે. છેલ્લા ત્રણ માસમાં ચાર મોટા સિરામિક ઈન્ડસ્ટ્રીઝને તાળા લાગી ચૂક્યા છે અને આગામી સમયમાં હજુ વધુ ચાર યુનિટ બંધ થવાની કગાર પર છે. તેમ છતાં સરકાર દ્વારા આ મુદ્દે આજ દિવસ સુધી કોઈપણ પ્રકારની ગંભીરતા લેવમાં આવી નથી.
એક તરફ રોજબરોજ સિરામિક ઈન્ડસ્ટ્રીઝને મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે. જેના પગલે નવા પ્લાન્ટ સહિત વર્ષો જૂની પેઢીઓ પણ હવે બંધ થઈ રહી છે. છેલ્લા 4 મહીનામાં ચાર મોટી ઈન્ડસ્ટ્રીઝ અને 4 હજારથી વધારે લોકો પોતાની રોજગારી ગુમાવી ચૂક્યા છે. તેમજ આગામી સમયમાં આ સ્થિતી યથાવત રહેશે તો, હજુ કેટલા લોકો પોતાની રોજગારી ગુમાવી પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ત્યારે તંત્ર આ મુદ્દે સમગ્ર વાતને ભૂલી જવા માંગતી હોય તે પ્રકારનો પ્રતિભાવ આપી રહી છે. જેથી આગામી સમયમાં સ્થિતિ હજુ વધુ વણસે તેવી સંભાવનાઓ છે.
સાબરકાંઠા જિલ્લામાં વધુ પ્રમાણમાં રોજગાર આપનાર સિરામિક ઉદ્યોગ માટે સરકાર દ્વારા માર્ગ ખોલવામાં આવે તો, 8 હજારથી વધારે લોકો માટે આગામી સમયમાં હજુ પણ વધુ રોજગાર ઉભો થઈ શકે તેમ છે. ત્યારે હવે રાજ્ય સરકાર આ મુદ્દાને કેટલી ગંભીરતાથી વિચાર કરે છે અને તંત્ર ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે કેવી સહાનુભુતિ દાખવે છે તે તો સમય જ બતાવશે.