- વડાપ્રધાન મોદીએ દેશના દરેક સાંસદોને ગામડા દત્તક લેવા કર્યું હતું આહ્વાન
- PMના આહ્વાનના પગલે દરેક સાંસદોએ ગામડા લીધાં હતાં દત્તક
- દત્તક લેવાયેલા ગામની કેન્દ્રીય ટીમે લીધી મુલાકાત
સાબરકાંઠા: વડાપ્રધાન મોદીની અપીલના પગલે ભારતના તમામ સાંસદો વર્ષ દરમિયાન 2 ગામડાઓને દત્તક લઈ ગામડાના વિકાસમાં ભાગીદાર બન્યા હતા. આ ઉપરાંત સાંસદ દ્વારા દત્તક લેવાયેલા ગામડાઓમાં કેન્દ્રીય યોજનાઓને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે વિશેષ પ્રયાસ હાથ ધર્યો હતો. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ગત 6 વર્ષની અંદર 10થી વધારે ગામડા સાબરકાંઠા જિલ્લા સાંસદ દ્વારા દત્તક લેવાયા હતા. જેથી કેન્દ્રીય ટીમ આગામી 4 નવેમ્બર સુધી સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશિનાના દત્તક લેવાયેલા ગામડાઓમાં થયેલા કાર્યોની વિગતો મેળવશે.
કેન્દ્રીય ટીમે ગામડાઓની મુલાકાત લીધી