નવરાત્રી હિંદુ ધર્મનો મોટામાં મોટો તહેવાર હોય છે. આ સમય માં અંબાની આરાધના અને ભક્તિ કરવાના ઉતમ દિવસો હોય છે. માં અંબાની આશિર્વાદ પામવા ભક્તો તેમની આરાધાના કરતા હોય છે. નવલી નવરાત્રી આવવાની તૈયારી પહેલા ત્રણ મહિનાથી ખેલૈયાઓ અલગ અલગ કલાસીસમાં ગરબા સ્ટેપ્સ શીખવા જતા રહે છે. નવરાત્રીમાં રોજ નવી નવી જગ્યા એ ગરબા રમી માં જગત જન્નની અંબાની આરાધના રૂપી ખેલૈયા ગરબા રમતા હોય છે. ઘણા ખેલૈયા હિંમતનગરના રમઝટ ગરબા ક્લાસિકમાં ગરબાના અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે, તો આ અંગે ખેલૈયાઓનું કહેવું છે કે, ગુજરાતી નૃત્ય એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાતીઓ માટે તો નવરાત્રી જ છે. રંગીલા ગુજરાતીઓ તો કોઇ પણ ખુશીનો પ્રસંગ હોય ભલે ને તે લગ્ન હોય કે પછી કોઈ ઘરમા સારો પ્રસંગ, દરેક ગુજરાતી ગરબા ગાવાનો શોખીન હોય છે. તેમા પણ નવા નવા સ્ટેપ્સ શીખીએ તો વાત જ કઇંક અલગ હોય છે. ખેલૈયાઓએ વધુમાં કહ્યું કે, સાદા ગરબા તો સૌ કોઈ રમે છે, અમે અહી બધા ખેલૈયાથી અલગ તરી આવીએ એટલે અહી ગરબા શીખી રહ્યા છે. નવરાત્રીના નવ દિવસ ગરબા રમી માં અંબાની આરાધના કરીશું. તો આ સાથે સરકારે પણ આ વખતે ગરબા રમવા નવરાત્રીમાં સ્કુલોમાં રજાઓ જાહેર કરી છે. જેથી આ નવરાત્રીમાં સ્કુલમાં જવાનું ટેન્શન નથી એટલે રાત્રે ગરબા રમીશું અને દિવસે આરામ મળશે એટલે પાછા બીજા નોરતામાં ગરબા રમવાની તૈયારીમાં લાગી જઈશું.
નવરાત્રી પહેલા ખેલૈયાઓની રમઝટ, અવનવા સ્ટેપ્સ સાથે રમશે રંગતાળી - હિંમતનગરના સમાચાર
હિંમતનગર: માં અંબાની આરાધના અને ભક્તિ કરવાનો સમય નવરાત્રી હોય છે. તો આ વખતે નવરાત્રીમાં યુવા હૈયાઓ અવનવા સ્ટેપ શીખી રહ્યા છે, તેમજ અવનવા સ્ટેપ્સ થકી જગત જનની જગદંબાની આરાધના કરશે.
હિંમતનગરની ફેમસ રમઝટ ગરબા કલાસીસમાં 350થી વધુ ખેલૈયા ગરબા રમવા આવે છે. 2 વર્ષથી ચાલુ કરેલી આ કલાસીસમાં ગયા વર્ષે “ગુજ્જુડો” નામનો નવો સ્ટેપ્સ શીખવાડ્યો હતો. જે ગુજરાત ભરમાં ફેમસ થયો હતો અને આ વખતે અમે ફૂન્દડિયું નામનો નવો સ્ટેપ્સ લઇ આવ્યા છીએ. જેમાં 8 સ્ટેપ્સ હોય છે. જે આ વખતે એકદમ નવો સ્ટેપ્સ છે. આ સ્ટેપ્સ યુ ટ્યુબ ઉપર મુકીશું જેથી ગુજરાત ભરમાં લોકો શીખી શકે. તેના સિવાય અહી ડાકલા, પોપટીયું, હીંચ, ઢોલીડો, રાસ, હુડો તેમાં ઘણા સ્ટેપ્સ શીખવાડીએ છીએ જેથી ખેલૈયા મન ભરીને અલગ અલગ સ્ટાઈલ અને સ્ટેપથી ગરબા રમી શકે.