ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડબ્રહ્મામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઈ - ખેડબ્રહ્મા

સાબરકાંઠા: જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં શુકવારે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન સહિત સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

etv bharat Khedbrahma

By

Published : Aug 9, 2019, 10:58 PM IST

9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સાબરકાંઠામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી ખેડબ્રહ્માના આરડેકતા ઇન્સ્ટિટયૂટમાં યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાનની અદયક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમુદાય માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકાર હવે સમગ્ર આદિવાસી સમુદાયને અન્ય સમુદાયની સાથે રાખવા વિશેષ ભાર મુકી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ખેડબ્રહ્મા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની કરાઈ ઉજવણી

સમગ્ર ભારતને એકરૂપ બનાવનારા સરદાર પટેલની કર્મ કુશળતાની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ હાલના ભારતના વડાપ્રધાન અને ભારતના ગૃહપ્રધાન અમિત શાહે કાશ્મીરમાં કરેલા કામની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, આજના દિવસ માટે સમગ્ર વિશ્વના આદિવાસી સમાજને શુભકામનાઓ સહિત આગામી સમયમાં સમાજની વિવિધ ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે વિવિધ સુવિધાઓ આપવાનું પણ જણાવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાત કોંગ્રેસના મુખ્ય દંડક અશ્વિન કોટવાલ સમગ્ર કાર્યક્રમની નિષ્ફળ ગણાવી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોઈ ઠોસ રજૂઆત તેમજ કોઈ આદિવાસી સમાજ માટે ઉદ્ધારક યોજનાની રજૂઆત કર્યા વિના માત્રને માત્ર સરકારી બાબુઓની ખુશામત કરી આજનો દિવસ પૂર્ણ કર્યો હતો. સમાજના વિકાસ માટે હજુ જરૂરી યોજનાનો અભાવ હોવાની વાત કરી રોષ પ્રગટ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details