સાબરડેરીમાં છેલ્લા કેટલાક સમયથી ભરતી કૌભાંડ મુદ્દે અનેક અહેવાલો સામે આવ્યા હતા. જેમાં સાબર ડેરીના MDની કથિત ઓડિયો ક્લિપ બહાર આવતા સહકારી રાજકારણમાં ગરમાયું હતું. ત્યારબાદ રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા 30દિવસની તપાસ કરવામાં આવી હતી. જેમાં સાબરડેરી મુદ્દે પ્રાંતિજના એક યુવક દ્વારા ભરતી કૌભાંડ મામલે પિટિશન કર્યા બાદ આજે હાઇકોર્ટે સરકારી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વચગાળાનો સ્ટે આપ્યો હતો.
સાબરડેરીમાં બોગસ ભરતી કૌભાંડ મામલે ફરી એકવાર કરાઈ પિટિશન - Bogus recruitment scandal in Saber Dairy
સાબરકાંઠાઃ જિલ્લાની એકમાત્ર જીવાદોરી સાબર ડેરીની બોગસ ભરતી કૌભાંડના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે આ મુદ્દે યોગ્ય તપાસ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જેના પગલે સરકારી તપાસ પૂરી ન થાય ત્યાં સુધીવચગાળાનો સ્ટે આપવામાં આવ્યો છે.
સાબરકાંઠા
આ મુદ્દે તપાસ કરી યોગ્ય કારણો રજૂ કરવા પણ આદેશ કર્યો છે. જો કે, આગામી 7 તારીખે સાબર ડેરી દ્વારા પણ હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવનાર છે. ત્યારે વિવિધ વિરોધાભાસ વચ્ચે મામલો વધુ ગૂંચવણ ભર્યો થઈ રહ્યો છે. ત્યારે આ મુદ્દે આગામી સમયમાં હાઈકોર્ટ અને રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા થયેલ તપાસના અંતે કેવો નિર્ણય આવશે તે જાણવું રસપ્રદ રહેશે.