સાબરકાંઠામાં તાલુકા પંચાયતની બન્ને બેઠકો પર ભાજપની જીત, સમર્થકોમાં ખુશી
સાબરકાંઠાના હિંમતનગર તેમજ પ્રાંતિજ તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણીમાં બન્ને બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. જેના પગલે કાર્યકરો તેમજ સમર્થકોમાં મારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
Latest news of Sabarkantha
By
Published : Oct 5, 2021, 4:20 PM IST
હિંમતનગર તેમજ પ્રાંતિજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપની જીત
બન્ને બેઠકો ઉપર ભાજપ જીતતા ખુશીનો માહોલ
આમ આદમી તેમજ કોંગ્રેસના અરમાન રહ્યા અધૂરા
સાબરકાંઠા: હિંમતનગર તેમજ પ્રાંતિજ પેટા ચૂંટણીમાં આજે 5 ઓક્ટોબરે મતગણતરી યોજાઇ હતી. જે અંતર્ગત પ્રાંતિજના ઘડકણ તેમજ હિંમતનગરના પરબડામાં ભાજપને જીત મળી છે. જેમાં હિંમતનગરના પરબડા તાલુકા પંચાયતમાં ભાજપની 45 મતે જીત મેળવી છે. તો બીજી તરફ પ્રાંતિજના ઘડકણ તાલુકા પંચાયતમાં 822 મતે ભાજપની જીત થતા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ જીતતા કાર્યકરો અને ટેકેદારોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
સાબરકાંઠામાં તાલુકા પંચાયતની બન્ને બેઠકો પર ભાજપની જીત, સમર્થકોમાં ખુશી
આમ આદમી પાર્ટીએ બન્ને બેઠકો ઉપર કર્યો હતો જીતનો દાવો
પ્રાંતિજ તેમજ હિંમતનગર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવ્યું હતું. તેમજ તમામ પક્ષોએ જીતના દાવાઓ રજૂ કર્યા હતા. આગામી વિધાનસભા પહેલા સેમિફાઇનલ જેવા દ્રશ્યો પેટા ચૂંટણીમાં જોવા મળ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ જીતતા કાર્યકરો સહીત તમામ લોકો ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતા તેમજ ફુલહાર કરી એકબીજાના મોં મીઠા કર્યા હતા.
હિંમતનગરના પરબડા તાલુકા પંચાયત વૉર્ડ- 22
પક્ષ
મત
BJP
2438
કોંગ્રેસ
2392
BSP
75
AAP
278
NOTA
54
total=
5237
પ્રાંતિજના ઘડકણ તાલુકા પંચાયતમાં વોર્ડ 7
પક્ષ
મત
BJP
2657
કોંગ્રેસ
1835
AAP
143
NOTA
40
total=
4675
પેટા ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કેટલી સફળ બની રહે છે તે પણ મહત્વનું બની રહેશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી આગળ વધી રહી છે, ત્યારે વોર્ડ નંબર 7 માં ભાજપના તમામ ચાર ઉમેદવારોનો વિજય થયો છે. આમ સત્તાવાર રીતે ભાજપની પેનલ કોડ નંબર 7 માં વિજય થઈ છે. ત્યારે વિજેતા ઉમેદવારોએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પ્રથમ વખત ત્યાંથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની પેનલનો વિજય થયો છે. અને અત્યારે રસ્તાની હાલત ખરાબ છે, ત્યારે આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે અને રોડ-રસ્તાઓ તથા ગટર જેવી સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેની આજે 5 ઓક્ટોબરે મતગણતરી થઇ રહી છે. અને અમુક બેઠક પર ભાજપ પોતાનો ભગવો લહેરાવી રહી છે, તો અમુક બેઠક પર કોંગ્રેસ પોતાના પંજા થકી પકડ મજબુત બનાવી રહી છે. જેમાં રાજકોટ જિ.પં.ની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. અને આ બને બેઠક પર ભાજપના સૂપડા સાફ થયા છે.