જાણો...ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રમીલાબેન બારાની કારકિર્દી વિશે , શું આદિવાસી આંદોલનને સમાવવા રમિલાબેનની પસંદગી?
ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે, ત્યારે બુધવારે ભાજપ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. જેમાં સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ રમીલાબેન બારાનો સામેલ છે. રાજ્યમાં એક વર્ગ આદિવાસી સમાજમાં આંદોલન કરી રહ્યો છે, ત્યારે રમીલાબેનની પસંદગી કરાઇ હોવાનું પણ મનાય છે. જે પણ હોય હાલ સાબરકાંઠા જિલ્લા આશ્ચર્ય સાથે ખુશીની લહેર પ્રસરી ગઇ છે.
etv bharat
જાણો રમિલાબેનની રાજકીય કારકિર્દી વિશે
- ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારાની ગળથૂથીમાં રાજકારણનો અનુભવ છે.
- 1984માં રમીલાબેનના પિતા બેચરભાઇ બારા ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી વિજેતા બન્યા હતા.
- રમીલાબેન વિજયનગરની એમ.એચ. હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે.
- જીપીએસસી સીલેક્ટ થયા બાદ વર્ષ 2001માં મહેસુલ વિભાગમાં નાયબ સચિવ તરીકે હતા
- સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ વિધાનસભા અને એક લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે.
- ટ્રાયબલ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકેનો હવાલો પણ સંભાળ્યો છે.
- વર્ષ 2004માં સાબરકાંઠા લોકસભા બેઠક પર મધુસુદન મિસ્ત્રી વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા, પરંતુ પરાજય થયો
- નવેમ્બર 2004માં ખેડબ્રહ્મા બેઠક પર વૈશાલી અમરસિંહ ચૌધરી સામે પેટાચૂંટણીમાં 595 મતે વિજયી બન્યાં હતાં.
- વર્ષ 2007 અને 2017માં ખેડબ્રહ્મા બેઠક પર અશ્વિન કોટવાલ સામે હારી ગયાં
- રમીલાબેને વિસ્તારમાં સંગઠનની કામગીરી ચાલુ રાખી પક્ષને મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહ્યાં હતાં.
- છેલ્લા દસ વર્ષથી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કરી રહ્યાં છે.
- કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમના પક્ષ પ્રત્યેના સમર્પણની કદર કરાઇ હોવાનુ કહેવાય છે.
- રાજ્યમાં આકાર લઇ રહેલા આદિવાસી આંદોલનોને શમાવવા રાજ્યસભામાં અનુ. જનજાતિનો ચહેરો પસંદ કર્યો
- રમીલાબહેન બારાનું આદિવાસી સમાજમાં વર્ચસ્વ
- આદિવાસી મહિલાને પસંદગી કરી ગુજરાતની પૂર્વપટ્ટીના એક મજબૂત મતદાતાને રીઝવવાનો પ્રયાસ