સાબરકાંઠાઃ જિલ્લાના ઇડર લાલપુર ગામે ગત રાત્રિએ વડોદરા તેમજ ગાંધીનગર વન વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા કેટલાક સમયથી પશુ-પક્ષીઓ તેમજ સરિસૃપોની તસ્કરી કરનાર ગેંગની અટકાયત કરી છે.
સાબરકાંઠાના ઇડર પાસેથી વન્ય પશુ-પક્ષીઓની તસ્કરી કરનાર ગેંગ ઝડપાઈ - પશુ-પક્ષીઓની તસ્કરી કરનાર ગેંગ ઝડપાઈ
સાબરકાંઠામાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે જંગલમાં વસવાટ કરનારા પક્ષીઓ તેમજ સરિસૃપોની તસ્કરી કરનારી એક ગેંગનો તરખાટ વધ્યો છે, ત્યારે ગત રાત્રિએ વડોદરા તેમજ ગાંધીનગર વન વિભાગની ટીમ દ્વારા સાધુના વેશમાં ઘુવડ, કાચબો અને અન્ય એક પક્ષીની તસ્કરી કરનાર ગેંગના 6 સભ્યોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
![સાબરકાંઠાના ઇડર પાસેથી વન્ય પશુ-પક્ષીઓની તસ્કરી કરનાર ગેંગ ઝડપાઈ Wildlife and bird Trafficking gang nabbed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7843709-268-7843709-1593587083827.jpg)
રાજપીપળાથી લઇ ઇડર સુધી સાધુના વેશમાં અધિકારીઓએ રાત્રીના સમય દરમિયાન જંગલમાં વસવાટ કરનારા પક્ષીઓ તેમજ સરીસૃપોની તસ્કરી કરનાર ગેંગને ઝડપી પાડી છે. જેમાં ઇડર, હિંમતનગર સહિતના કેટલાક સમયથી અલગ-અલગ વિસ્તારોમાં પશુ-પક્ષીઓની તસ્કરી કરનાર લોકો આબાદ ઝડપાઇ ચૂક્યા છે. આ મામલે ઇડર પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે, તસ્કરી ગેંગ પાસેથી અન્ય ખુલાસાઓ થાય તેવી પણ સંભાવનાઓ છે, ત્યારે જોવાનું એ રહ્યું કે, આગામી સમયમાં આ ગેંગ પાસેથી વનવિભાગના અધિકારીઓ સહિત પોલીસ પશુ-પક્ષીઓની તસ્કરી મામલે કેટલા ખુલાસા કરી શકે છે.