- ગુજરાતમાં હવે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવા બની સામાન્ય બાબત
- બહુચર્ચિત બિનસચિવાલય કારકુનની પરીક્ષા મામલે થઈ રહ્યા છે નવા ખુલાસા
- ગાંધીનગરમાં અપાયેલા 4 વાહનોમાંથી એક કાર સાબરકાંઠામાંથી બિનવારસી હાલતમાં મળી
સાબરકાંઠાઃ રાજ્યમાં બહુચર્ચિત બિન સચિવાલય કારકુનની પરીક્ષામાં દિન-પ્રતિદિન (Bin Sachivalay Paper Leak Case) નવા ખુલાસા થઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગર ખાતે 4 વાહનના નંબર અપાયા હતા, જે પૈકી એક કાર હિંમતનગરમાંથી મળી આવતા જિલ્લામાં ભારે (Unoccupied car found from Himmatnagar of Sabarkantha ) ખળભળાટ મચ્યો છે. આગામી સમયમાં મામલે અનેક ખુલાસા થવાની (Various disclosures in non-secretariat examinations) સંભાવના પ્રબળ બની છે.
આ પણ વાંચો-GSSSB Head Clerk Paper Leak: રાજકારણ ગરમાયું, કૉંગ્રેસ અને આપે ભાજપ સરકારને ઘેરી
બાયપાસ રોડ પરથી મળી આવી કાર
પેપર લીક મામલે હોબાળો (Bin Sachivalay Paper Leak Case) અને વિરોધ કરનારા આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે 4 નંબર જાહેર કર્યા હતા, જેમાં એક ઈનોવા સાબરકાંઠામાં હિંમતનગરના બાયપાસ રોડ પર પાવર ટેક શો રૂમ બાજુમાં ખુલ્લી જગ્યામાંથી મળી આવી હતી, જેનો ઉપયોગ બહુચર્ચિત બિનસચિવાલય કારકુન ક્લાર્કની પરીક્ષામાં (Bin Sachivalay Paper Leak Case) કરાયો હોવાનો આક્ષેપ છે. આ કાર હિંમતનગરના અમી ઓટો ગેરેજમાંથી મળી આવી હતી.