હિંમતનગર: હિંમતનગરમાં શુક્રવારે ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે 116થી વધારે કંપનીઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા 200થી વધારે વિદ્યાર્થીઓ નોકરી આપવા માટે એક મેગા પ્લેસમેન્ટ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારી પોલિટેકનિક કૉલેજ ખાતે શુક્રવારે 200થી વધારે લોકોને નોકરી આપવા માટેનો પ્રયાસ હાથ ધરાયો હતો.
હિંમતનગરમાં મેગા જોબ પ્લેસમેન્ટની શરૂઆત, 1200થી વધુ લોકોને મળશે રોજગારી - હિંમતનગરના તાજા સમાચાર
હિંમતનગર ખાતે શુક્રવારે મેગા પ્લેસમેન્ટ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 3,478 વિદ્યાર્થીઓ માટે 116 જેટલી કંપનીઓ દ્વારા 1,200થી વધારે વિદ્યાર્થીઓને નોકરી આપવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં એક સપ્તાહ પહેલા મેગા પ્લેસમેન્ટની શરૂઆત થઈ છે. જેમાં 4 હજારથી વધારે કંપનીઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા 70 હજાર જેટલી વેકેન્સી માટે નોંધણી કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી નોકરી માટે 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેના પગલે શુક્રવારે સાબરકાંઠા જિલ્લામાં પણ મેગા પ્લેસમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત 200થી વધારે વિદ્યાર્થીઓને નોકરી મળે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અંગે શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, આ પ્લેસમેન્ટ થકી ગુજરાતના વિવિધ પોલિટેક્નિક કૉલેજમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે નોકરી મેળવવી સરળ બનશે. જો કે, વર્તમાન સમયમાં ગુજરાતની પરિસ્થિતિને અંગે તેમણે કોઈ પણ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.