સાબરકાંઠાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈએ જિલ્લાના હિંમતનગર ખાતે (PM Modi Sabarkantha Visit) આવશે. ત્યારે તેમના આગમન પહેલા રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી મંત્રી કુબેર ડીંડોરે અહીં સમીક્ષા બેઠક (State Minister Jagdish Vishwakarma visited Sabarkantha) યોજી હતી. મહત્વનું છે કે, વડાપ્રધાન જિલ્લામાં સાબર ડેરીના પાઉડર અને ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ અને ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત (Sabar Dairy Powder and Tetrapak Plant Inauguration) કરશે.
PM 1,130 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે 1,130 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે - સાબર ડેરીના 1,130 કરોડ રૂપિયાના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. ત્યારે રાજ્યના સહકાર પ્રધાન સહિત વહીવટી તંત્રએ સાબર ડેરી અને વડાપ્રધાનના સભાસ્થળની મુલાકાત લીધી હતી. સાથે જ તેમણે જરૂરી સલાહ સૂચન આપ્યા હતા. તેમ જ આગામી સમયમાં સાબરકાંઠાના પશુપાલકોની આવક બમણી થાય (Double the income of Sabarkantha herdsmen) તેવી સંકલ્પના પણ રજૂ કરી હતી.
આ પણ વાંચો-પશુપાલકો આનંદો, PM મોદી હવે આ જિલ્લાને આપશે ભેટ
વહીવટી તંત્રને આપી સૂચના -સાથે જ વડાપ્રધાનના સ્વપ્ન સમાન પશુપાલકોની તેમ જ ખેડૂતોની આવક બમણી કરવાની (Double the income of Sabarkantha herdsmen) નેમને સાબર ડેરીમાં થઈ રહેલા વિવિધ પ્રોજેક્ટરનું લોકાર્પણ તેમ જ ખાતમુહૂર્તના પગલે વેગ મળશે. જોકે, આ તબક્કે સાબર ડેરીના ચેરમેન સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. ત્યારે રાજ્યપ્રધાને વહીવટી તંત્રને વિવિધ સલાહ સૂચન પણ આપ્યા હતા. તેમ જ સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણ સફળતાથી પૂર્ણ થાય તે માટે તંત્રની કામગીરીને પણ આવી હતી.
રાજ્યપ્રધાને વડાપ્રધાનના સભાસ્થળની લીધી મુલાકાત આ પણ વાંચો-PM Modi visit to Gujarat : પીએમ મોદી 29 જુલાઈએ અહીં કરશે મહત્ત્વપૂર્ણ કાર્ય
રાજ્યપ્રધાને પોલીસને આપી સૂચનાઓ - અહીં SPGએ વડાપ્રધાનના કાર્યક્રમના રૂટનું નિરીક્ષણ કરી બેઠક યોજી હતી. તો રાજ્યપ્રધાને પ્રોટોકોલ મુજબની પોલીસને કામગીરી કરવા સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાબર ડેરી ખાતે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 305 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત પાઉડર પ્લાન્ટનું લોકાપર્ણ અને 125 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યૂઅલ લોકાપર્ણ કરાશે. આ ઉપરાંત 600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
PM મહિલા ખેડૂતો સાથે કરશે મુલાકાત -આ ઉપરાંત સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન પણ કરવામાં આવશે. તો કાર્યક્રમની સાથે સાથે વડાપ્રધાન જિલ્લાના પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમ જ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે.