ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના વિજયનગર નજીક રીંછે કર્યો હુમલો, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત - bear attack at sabarkantha

ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર સાબરકાંઠા વિજયનગર નજીક આવેલા લાથું ગામના યુવક ઉપર રીંછે હુમલો કરતાં યુવકને ગંભીર હાલતમાં ઇડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જો કે, દિન પ્રતિદિન રીંછ દ્વારા હુમલો થવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે વહીવટી તંત્રએ પણ જાગૃત થવાની જરૂરિયાત છે.

સાબરકાંઠા
સાબરકાંઠા

By

Published : Mar 14, 2021, 6:26 PM IST

  • ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર રીંછ દ્વારા કરાયો હુમલો
  • રાજસ્થાનના લાથુ ગામનો યુવક ગંભીર
  • યુવકના ચહેરા ઉપર 30 ટાંકા લેવાયા

સાબરકાંઠા: ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલા સાબરકાંઠાના વિજયનગર નજીકના લાથું ગામનો યુવક ગામની સીમમાં બકરા ચરાવવા ગયો હતો. જ્યાં અચાનક આવી ચડેલા એક રીંછ દ્વારા હુમલો કરાયો હતો જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ખાસ કરીને રીંછ દ્વારા કરાયેલા હુમલામાં ચહેરા ઉપર તેમ જ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે યુવતીએ બૂમાબૂમ કરતા રીંછ સીમ તરફ ભાગી ચૂક્યું હતું. તેના પગલે પરિવારજનો એ યુવકને સારવાર અર્થે વિજયનગર અને ત્યારબાદ ઇડરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે રીંછ દ્વારા કરાયેલા હુમલામાં યુવકના ચહેરા ઉપર 30થી વધારે ટાંકા લેવાની જરૂરિયાત ઊભી થઈ છે સાથે જ યુવકના મન ઉપર પણ હુમલાના પગલે ઘાતક અસર થઈ છે. હાલમાં યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે તેમજ પરિવારજનો દ્વારા સારસંભાળ લેવાય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલા ડુંગરાળ પ્રદેશ સહિતના જંગલોમાં રીંછ દ્વારા થઇ રહેલા હુમલાઓ વધતા વહીવટી તંત્રએ પણ આગામી સમયમાં આ મામલે જાગવા ની જરૂરિયાત છે.

આ પણ વાંચો:લાકડા વીણવા ગયેલી મહિલા પર રીંછે કર્યો હુમલો

બકરા ચરાવવા ગયેલા યુવક પર રીંછનો હુમલો

રાજસ્થાન તેમજ ગુજરાતની બોર્ડર ઉપર આવેલા લાથું ગામનો યુવક બકરા ચરાવવા માટે ગામની સીમમાં ગયો હતો જ્યાં અચાનક આવી ચડેલા હિંસક રીંછે હુમલો કર્યો હતો. તેમજ હુમલાના પગલે યુવકની હાલત ગંભીર થઈ હતી. જો કે યુવતીએ બૂમાબૂમ કરતા રીંછ સીમ તરફ ભાગી ગયું હતું. યુવકને સારવાર અર્થે ઇડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો છે, જોકે હાલમાં તેની સ્થિતિ સામાન્ય બતાવીઈ રહી છે.

જંગલી રીંછના વધતા જતાં હુમલાના બનાવો

સાબરકાંઠાના રાજસ્થાન બોડરથી લઈ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને વિસ્તારોમાં દિન-પ્રતિદિન રીંછ દ્વારા હુમલો થવાના બનાવો વધી રહ્યા છે. જેમાં સામાન્ય રીતે રીંછને હેરાન કરવામાં આવે તો જ રીંછ હુમલો કરતું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રીંછ ઘાતક હુમલાઓ કરતા હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે નિર્ણય લેવાય તે જરૂરી છે. જોકે દિનપ્રતિદિન વધતાં રહેલા રીંછના હુમલાના પગલે હવે માનવીઓને ભોગવવાનું આવ્યું છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે વહીવટીતંત્ર દ્વારા કેવા અને કેટલા પગલા લેવાય છે.

આ પણ વાંચો:સરપોર ગામે ખેડૂત ઉપર દીપડાએ કર્યો હુમલો

ABOUT THE AUTHOR

...view details