ગુજરાત

gujarat

ETV Bharat / state

લંકેશ અરવિંદ ત્રિવેદીની પ્લાસ્ટિક મુક્ત મુહિમ રંગ લાવી, ગુજરાત સરકારે કામગીરીને બિરદાવી

સાબરકાંઠા: એક તરફ ભાદરવી પૂનમ નિમિત્તે હજારો પદયાત્રીઓ અંબાજી તરફ રવાના થઇ રહ્યા છે. ત્યારે લંકેશના પાત્ર થકી વિશ્વમાં જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદીની એક મુહિમ રંગ લાવી રહી છે. વડાપ્રધાને પ્લાસ્ટિક બંધની મુહિમને અરવિંદ ત્રિવેદીએ પોતાના વિસામા થકી દસ હજારથી વધારે પદયાત્રીઓ સુધી પહોંચાડી છે.

લંકેશ તરીકે ઓળખાતા અરવિંદ ત્રિવેદીની પ્લાસ્ટિક મુક્ત ગુજરાત મુહિમ રંગ લાવી

By

Published : Sep 10, 2019, 7:32 PM IST

ગુજરાતના ખ્યાતનામ અભિનેતા તેમજ લંકેશ તરીકે જાણીતા અરવિંદ ત્રિવેદી વડાપ્રધાનની હાકલને પગલે પ્લાસ્ટિકની જગ્યાએ કાગળની બેગની વહેંચણી કરતા ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન અને રૂબરૂ મુલાકાત લઇ અરવિંદ ત્રિવેદીની કામગીરીને બિરદાવી હતી તેમજ આવું કામ પોતે નથી કરી શક્યા તેનો એકરાર પણ કર્યો હતો.

લંકેશ તરીકે ઓળખાતા અરવિંદ ત્રિવેદીની પ્લાસ્ટિક મુક્ત ગુજરાત મુહિમ રંગ લાવી

ભાદરવી પૂનમ નિમિત્તે હજારો પદયાત્રીઓ જગત જનની જગદંબાને પોતાની નવરાત્રિમાં પધારવા માટે આમંત્રણ આપવા અંબાજી તરફ ચાલી નીકળ્યા છે. લંકેશ પાત્ર થકી સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદીએ પોતાના નિવાસ્થાન સામે છેલ્લા 25 વર્ષથી વિસામા થકી પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. જો કે, આ વર્ષે 15 ઓગસ્ટે વડાપ્રધાને પ્લાસ્ટિક ન વાપરવાની અપીલને અરવિંદ ત્રિવેદી ગંભીરતાથી વિચારી દસ હજારથી વધારે કાગળની બેગ પદયાત્રીઓને નિશુલ્ક આપી છે, તેમજ પ્લાસ્ટિક બંધ કરવાનો પણ અનુરોધ કર્યો છે.

આ બાબતે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અરવિંદ ત્રિવેદીની રૂબરૂ મુલાકાત લઇ તેમની કામગીરીને બિરદાવી હતી તેમજ તેમની આ બાબતને વડાપ્રધાન સમક્ષ રજુઆત કરવાની સાથોસાથ પોતે આવું કામ નથી કરી શકતા તેનો એકરાર કર્યો હતો. જો કે, સૌથી મહત્વની બાબત એ છે કે, છેલ્લા 25 વર્ષથી નિ:શુલ્ક વિસામા થકી વડાપ્રધાનની હાકલને પૂર્ણ ગંભીરતાથી સ્વીકારી સમગ્ર ગુજરાત સહિત રાજ્ય સરકારને પણ દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. જો કે, આ મુદ્દે સરકાર સહિત સામાજિક આગેવાનો અને સંસ્થાઓ જાગૃત બને તો પ્લાસ્ટિક મુદ્દે આગામી સમયમાં ગુજરાત કદમ લઈ શકે તેમ છે. જોકે હાલમાં વકીલ તરીકે ખ્યાતનામ અભિનેતા અરવિંદ ત્રિવેદીની કામગીરી ને હાલ પૂરતી આ વિસ્તારમાંથી પસાર થનાર તમામ પદયાત્રીઓ સહિત ગુજરાત સરકાર પણ અભિનંદિત કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details