- કુપોષણ દૂર કરવાનો સરકારનો પ્રયાસ વિફળ
- બાળકો-સગર્ભા માતા અને કિશોરીઓ માટે બનાવેલા પૌષ્ટિક આહારનો દુરઉપયોગ
- બાલભોગ સહિતના પેકેટનો પશુ આહારમાં ઉપયોગ
- પૂર્વ બાતમીના આધારે પોલીસે કૌભાંડ ઝડપ્યું
સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં કુપોષણનો આંક ખૂબ ઊંચો છે, જે દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે બાલ ભોગ, માતૃશક્તિ તેમજ પુર્ણા શક્તિ જેવા પોષક આહાર થકી સમાજની પોષિત કરવાનો પ્રયાસ કરાય છે, જોકે વર્ષોથી કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતા કુપોષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે સમાજની સામે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જે સાંભળીને નવાઈ લાગશે, કુપોષણનો શિકાર બનેલા બાળકો તેમજ ધાત્રી માતાઓ અને કિશોરીઓ માટે પોષણયુક્ત આહાર ઘરે બેઠા જ પહોંચાડવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, તેમજ તેના માટે આંગણવાડીની બહેનો થકી છેવાડાના ઘર સુધી ન્યુટ્રીશીયન યુક્ત આહાર પહોંચે તેની તકેદારી રાખવામાં આવતી હોય છે. જો કે વહીવટી તંત્ર દ્વારા પણ ક્યાંક કાચુ કપાતું હોય તેમ કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતા કુપોષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.
સાબરકાંઠાના હિંમતનગર નજીકથી ઝડપાયું બાલભોગ કૌભાંડ પોષણયુક્ત આહારને પશુ આહારમાં મિક્સ કરતા લોકોને રંગેહાથ ઝડપ્યા
સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પૂર્વ બાતમીના આધારે હિંમતનગર નજીક પશુ આહારની ખાનગી ફેક્ટરીમાં રેડ કરી પોલીસે પોષણયુક્ત આહારને પશુ આહારમાં મિક્સ કરતા લોકોને રંગેહાથ ઝડપ્યા છે. પોલીસે કરોડો રૂપિયાનો અવ્યવસ્થિત રૂપે ચાલતો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જોકે પોલીસની રેડ બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યુ છે અને તાત્કાલિક ધોરણે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ પોષણયુક્ત આહારને પશુ આહારમાં મિક્સ કરી બારોબાર કરનારા છેવાડાના તત્વો સુધી પહોંચવાની પ્રક્રિયાનો હાથ ધરી છે.
સાબરકાંઠાના હિંમતનગર નજીકથી ઝડપાયું બાલભોગ કૌભાંડ એક વર્ષમાં 60 કરોડથી વધારેની રકમ સુનિયોજિત રીતે પશુ આહારમાં જઈ રહી છે
જોકે આ મામલે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરતા પગ તળેથી જમીન ખસી જાય તેવું કૌભાંડ હાથ લાગ્યું છે, જેમાં સાબરકાંઠા જિલ્લા લેવલે માત્ર એક માસનો પોષણયુક્ત આહારની પશુ આહારમાં મિક્સ કરી બારોબાર વેચી દેવામાં આવે તો કરોડો રૂપિયાનું નેટવર્ક ખુલી શકે તેમ છે, જેમાં સાબરકાંઠા જિલ્લા કક્ષાએ બે લાખથી વધારે બાળકો, સગર્ભા માતાઓ તેમજ કિશોરીઓને દર મહિને 14 જેટલા પોષણયુક્ત આહારના પેકેટ આપવામાં આવે છે. વિનામૂલ્યે અપાતો આહાર ખાનગી ફેક્ટરીઓમાં દસ રૂપિયાથી લઈ 20 રૂપિયા સુધી બારોબાર વેચાય છે, ત્યારે એક જ મહિનાનો આંક 5 કરોડથી વધારેનો થાય છે, તેમજ એક વર્ષનું કૌભાંડ ગણવામાં આવે તો 60 કરોડથી વધારેની રકમ સુનિયોજિત રીતે પશુ આહારમાં જઈ રહી છે.
સાબરકાંઠાના હિંમતનગર નજીકથી ઝડપાયું બાલભોગ કૌભાંડ તંત્રને પોષણયુક્ત આહાર મામલે જાગવાની જરૂરિયાત
જો કે આ મામલે સાબરકાંઠા જિલ્લાના પ્રોગ્રામ ઓફીસરે કૌભાંડ આચરનારાઓની સાથો-સાથ તંત્ર અને લાભાર્થીઓને પણ જાગવાની વાત કરી છે, જોકે સૌથી મોટો સવાલ એ છે કે લાભાર્થીઓની આજદિન સુધી પોષણયુક્ત આહારના પ્રતિમાસ 14 પેકેટ મળે છે, એવી કોઈ જાણકારી અપાઈ જ નથી. ત્યારે એકબીજા ઉપર દોષારોપણ કરનારા તંત્રએ પણ પશુઆહારમાં મિક્સ થઈ રહેલા પોષણયુક્ત આહાર મામલે જાગવાની જરૂરિયાત છે.
સાબરકાંઠાના હિંમતનગર નજીકથી ઝડપાયું બાલભોગ કૌભાંડ રાજ્યવ્યાપી નેટવર્ક પણ ખુલી શકે તેમ છે
જોકે રાજ્ય સરકાર દ્વારા આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાય તો કુપોષણ દૂર કરવા લાખો રૂપિયાની રકમનો આહાર બાળકો, કિશોરી તેમજ સગર્ભા માતાઓની જગ્યાએ પશુઆહાર તરીકે વપરાઈ રહ્યો છે, જે અંતર્ગત રાજ્યવ્યાપી નેટવર્ક પણ ખુલી શકે તેમ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે ઠોસ પગલાં લઈ માનવીઓ માટે બનાવાયેલ પોષણયુક્ત આહાર પશુ આહારમાં ન જાય તે જોવું પણ એટલું જ જરૂરી છે જોકે આવું ક્યારે થશે એ પણ એક સવાલ છે.