સાબરકાંઠા:શહેરી અને ગ્રામીણ ગરીબ કુટુંબોને(Rural poor families) એક જૂથ અને સંગઠિત બની સ્વરોજગારીની દિશામાં આગળ વધે અને આર્થિક રીતે ઉન્નત બને તે માટે મિશન મંગલમ હેઠળ સખી મંડળોની રચના કરવામાં આવે છે. આવું જ એક સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર(Himmatnagar in Sabarkantha district) તાલુકાના અગિયોલનું સેવા સખી મંડળ છે. જે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ(Ayurvedic herbal product) બનાવીને એક મહિમાં રુપિયા 50,000થી વધુની કમાણી કરે છે.
આ પણ વાંચો:પાલનપુરની એક યુવાન દીકરીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા શરૂ કર્યું અનોખું અભિયાન
પ્રાચીન ઔષધીઓમાંથી કેમિકલ વગરની પ્રોડક્ટ - આ મંડળના પ્રમુખ શિલ્પાબહેન ગોહિલ જણાવે છે કે, અત્યારના આધુનિક યુગમાં બજારમાં મળતા હેલ્થ તેમજ સુંદરતા વધારવાના કેમિકલ પ્રોડક્ટનું વેચાણ(Sales of chemical products) થાય છે. જે આપણા સ્વાસ્થ્યને અને શરીરને નુકસાનકારક બને છે. આ સાથે પૈસાનું પણ નુકસાન થાય છે. અમારી સેવા સખી મંડળની બહેનો(Ladies of Sakhi Mandal) દ્વારા પ્રાચીન ઔષધીઓમાંથી કેમિકલ વગરની પ્રોડક્ટ(Chemical free product) ઉત્પાદિત કરી વેચાણ માટે મુકે છે. જે બિલકુલ આડ અસર કરતી નથી અને ઘરમાં નાના-મોટા સભ્યો માટે આ આયુર્વેદિક પ્રોડક્ટ ફાયદાયક સાબિત થાય છે.
વિવિધ પ્રોડક્ટો સખી મંડળ દ્વારા બનાવવામાં આવે છે - અમારા સખી મંડળમાં અમે 20 બહેનો છીએ. અમારી સેવા સખી મંડળની બહેનો જાતે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ બનાવીને વેચાણ કરીએ છીએ. અમારા મંડળ દ્વારા 17 જેટલી હર્બલ પ્રોડક્ટો બનાવવામાં આવે છે. જેમાં ગિરનારી આયુર્વેદિક માલીશ તેલ(Girnari Ayurvedic massage oil), ગિરનારી દીપ આયુર્વેદિક દંતમંજન, ગિરનારી સંજીવની આયુર્વેદિક ચુર્ણ, ગિરનારી હરસ મુક્ત ચુરણ, ગિરનારી એલોવેરા જેલ, ગુલાબ જળ, ગિરનારી પગ વાઢીયા મલમ, ગિરનારી ફેસપેક પાવડર, વેટ પ્લસ ચૂર્ણ, હર્બલ શેમ્પુ, ડાયાબિટીસ માટે નિત્યમ કંટ્રોલ ચૂર્ણ, પથરી-ગો આયુર્વેદિક ચૂર્ણ, કોલ્ડ ક્રીમ, હેર ઓઇલ જેવી વિવિધ પ્રોડક્ટો અમારા સખી મંડળ દ્વારા બનાવવામાં આવે છે.