ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇડરીયા ગઢ ઉપર દુર્લભ કુદરતી શીલાઓનું અનેરું આકર્ષણ - Idar Fort

સાબરકાંઠાની પ્રસિદ્ધ અરવલ્લીની ગિરિમાળામાં આજે પણ અદૂભૂત ઇતિહાસનો અમૂલ્ય વારસો જોવા મળે છે, ત્યારે અહીં પથ્થરની કેટલીક શીલાઓ એવી પણ મળી આવે છે, જે જોતા જ ઘડીભર અચંબિત થઈ જવાય. અંગ્રેજો સામે પણ હાર ન માનનારો અરવલ્લીની ગિરિમાળાઓમાં કેટલીય પ્રસિદ્ધ અને કુદરતી સૌંદર્ય સચવાયેલું છે.

attraction of rare stone cliffs in Idar Fort
ઇડરીયા ગઢ ઉપર દુર્લભ કુદરતી શીલાઓનું અનેરું આકર્ષણ

By

Published : Jun 28, 2020, 4:43 PM IST

ઇડરઃ સાબરકાંઠાની પ્રસિદ્ધ અરવલ્લીની ગિરિમાળામાં આજે પણ અદૂભૂત ઇતિહાસનો અમૂલ્ય વારસો જોવા મળે છે, ત્યારે અહીં પથ્થરની કેટલીક શીલાઓ એવી પણ મળી આવે છે, જે જોતા જ ઘડીભર અચંબિત થઈ જવાય. અંગ્રેજો સામે પણ હાર ન માનનારો અરવલ્લીની ગિરિમાળાઓમાં કેટલીય પ્રસિદ્ધ અને કુદરતી સૌંદર્ય સચવાયેલું છે.

ઇડરીયા ગઢ ઉપર દુર્લભ કુદરતી શીલાઓનું અનેરું આકર્ષણ

સાબરકાંઠા જિલ્લાનું ઐતિહાસિક નગર ઇડર ખાસ એના ઇડરીયા ગઢના લીધે જાણીતું છે. અજેય ગણાતા ઇડરનો ગઢ એ જીતનું પ્રતિક છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ગઢ અસ્તિત્વની જંગ લડી રહ્યો છે. વિશાળ શિલાઓના લીધે ઇડર તેમજ આસપાસનો વિસ્તાર આજે પણ કેટલી કુદરતી સૌંદર્યની ઝાંખી કરાવતો રહ્યો છે, ત્યારે અરવલ્લીની હારમાળામાં એવા કેટલાય પથ્થર છે, જે કુદરતી રીતે જ સૌંદર્યની પ્રતિકૃતિ સમાન છે.

ઇડરીયા ગઢ ઉપર દુર્લભ કુદરતી શીલાઓનું અનેરું આકર્ષણ

જો કે છેલ્લા કેટલાક સમયથી ખનન માફિયાઓથી અરવલ્લીની ગિરિમાળાની વ્યાપક નુકસાન થયું છે, ત્યારે કુદરતી સૌંદર્યની અમૂલ્ય ભેટ દિન-પ્રતિદિન ખતમ થવા જઈ રહી છે, તેમજ આગામી સમયમાં આ મામલે ઠોસ પગલા લેવાની જરૂરિયાત છે. જો કે આજદિન સુધી આ મામલે કોઈ ઠોસ પ્રક્રિયા હાથ ધરાઈ નથી.

આ ઉપરાંત ખનન માફિયાઓ દિન-પ્રતિદિન આવી કુદરતી સૌંદર્યની પ્રતિકૃતિને લશ્કરી રહ્યાં છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આવા કુદરતી સૌંદર્યની બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ થાય તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details