ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના ઇડરમાં લંકેશની સ્મરણાંજલિ સભા યોજાઈ - tribute to Arvind Trivedi

લંકેશ તરીકે વિશ્વભરમાં જાણીતા બનેલા ગુજરાતી રંગમંચના ભીષ્મ ગણાતા સ્વ. અરવિંદ ત્રિવેદીની આજે સ્મરણાંજલિ યોજાઇ હતી જેમાં અરવિંદ ત્રિવેદી ના પરિવાર સહિત સાબરકાંઠા જિલ્લાના સહકાર,સરકાર અને ગુજરાતી નાટ્ય મંચ સાથે જોડાયેલ શહેરીજનો તેમજ સ્થાનિકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વ. અરવિંદ ત્રિવેદી ના સંસ્મરણો વાગોળ્યા હતા.

સાબરકાંઠાના ઇડરમાં લંકેશની સ્મરણાંજલિ સભા યોજાઈ
સાબરકાંઠાના ઇડરમાં લંકેશની સ્મરણાંજલિ સભા યોજાઈ

By

Published : Oct 10, 2021, 8:52 PM IST

  • લંકેશની સ્મરણાંજલિ સભા યોજાઈ
  • મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર
  • પરિવારજનો સહિત સ્થાનિકોની આંખમાં દેખાયા આંસુ


સાબરકાંઠા: ઇડર તાલુકાના કુકડીયા ગામના એક સામાન્ય પરિવારમાંથી આવતા સ્વ.અરવિંદ ત્રિવેદીએ નાટય મંડળીથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.તેઓ જીવનનો તડકો છાયો સારી રીતે સમજ્યા હતા તેમજ જમીન સાથે જોડાયેલા હોવાને પગલે દરેક વ્યક્તિ માટે પોતાના બની રહ્યાં હતાં અરવિંદ ત્રિવેદીએ 300થી વધારે ફિલ્મો નાટકો તેમજ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. જો કે સૌથી વિશેષ રામાયણમાં પાત્ર તરીકે જગપ્રસિદ્ધ બન્યા હતા સાથોસાથ વતન પ્રેમ તેમનો આજીવન રોક્યો હતો. અરવિંદ ત્રિવેદીએ પોતાના વતન એવા કુકડીયા ગામની ગુજરાતી ફિલ્મ જગતમાં અમર બની રહે તે માટે દાદાને વાલી દીકરી ફિલ્મનો મોટાભાગનો શૂટિંગ પોતાના ગામમાં જ કર્યું હતું. જો કે અભિનય ક્ષેત્રે અરવિંદ ત્રિવેદીએ નામના મેળવ્યા બાદ સાબરકાંઠામાં લોકસભા સાંસદ પણ બન્યા હતા. જોકે એ વિશેષ પ્રસિદ્ધિને પગલે અરવિંદ ત્રિવેદીએ ક્યારેય વિશેષ હોવાનો આડંબર કર્યો ન હતો જેના પગલે સૌ કોઈના લાડલા બની રહ્યાં હતાં

83 વર્ષે મુંબઈમાં થયું અવસાન
તાજેતરમાં મુંબઇના કાંદિવલી ખાતે 83 વર્ષની ઉંમરે નિધન થયા બાદ રવિવારે ઇડર ખાતે યોજાયેલી સ્મરણાંજલિ સભામાં મોટી સંખ્યામાં તેમના ચાહકો સહિત સ્થાનિક કક્ષાએથી લઇ જિલ્લા કક્ષા સુધીના નેતાઓ અધિકારીઓ ખાસ હાજર રહ્યાં હતાં જેમાં પૂર્વ સાંસદથી લઈ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ સુધીના લોકોએ હાજરી આપી હતી તેમજ આ તબક્કે સ્વ. અરવિંદ ત્રિવેદીના પરિવારજનો સહિત સ્થાનિક અગ્રણીઓએ તેમના સંસ્મરણો વાગોળી અરવિંદ ત્રિવેદીને રંગ કે સહિત માનવજીવનના સાચા હીરો ગણાવ્યા હતા. તેમજ રંગમંચનું વિરાટ વિભૂતિ પ્રત્યક્ષ સ્વરૂપે હાજર હોવાનું દુઃખ સૌ કોઇની નજરમાં દેખાયું હતું.

ABOUT THE AUTHOR

...view details