સાબરકાંઠાના ઇડર તાલુકાના એક ગામમાં મુક-બધિર યુવતી ઇડર ખાતે અભ્યાસ કરે છે. તે એસટી બસમાં બેસી પરત આવી રહી હતી. આ દરમિયાન તેના જ ગામના યુવકે રસ્તામાં બસ ઉભી રખાવી યુવતીને જંગલમાં ખેંચી જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું.
સાબરકાંઠામાં મૂક બધિર યુવતી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ - latest news of crime
સાબરકાંઠા: સોમવારે બપોરે ઈડરમાં મુક બધિર યુવતી સાથે દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ગામના જ યુવાને યુવતીને બસમાંથી ઉતારી જંગલમાં ખેંચી જઈ દુષ્કૃમ આર્ચયું હતું. યુવતીના પરિવાર ન્યાય મેળવવા પોલીસ મથક પહોંચ્યો હતો. પોલીસે પહેલા આ ગુનાની ફરીયાદ લીધી ન હતી. બાદમાં ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠામાં મૂક બધિર યુવતી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ
ઘટનાની જાણ થતાં યુવતીના પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. યુવતીના પરિવારજનોએ આ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. તેમજ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તજવીજ હાથ ધરી છે.